પહાડો પર મંદિર બનાવવા પાછળ 1 નહીં પણ 3 કારણ છે :
ઘણા દેવી દેવતાઓ ના મંદિરો પહાડો પર બનાવવામાં આવ્યા છે જેમ કે પાલીતાણા, બદ્રીનાથ, કેદારનાથ, વગેરે. તો જાણો પહાડો પર મંદિર બનાવવા પાછળના મુખ્ય કારણો :
પહાડો પર મંદિર બનાવવાનું પહેલું કારણ : પહાડો પર બનેલ મંદિરનું સ્વરૂપ ઘણે અંશે પિરામિડ સાથે મેળ ખાય છે. ગ્રીક ભાષામાં પાયર શબ્દનો અર્થ છે અગ્નિ. પિરામિડનો અર્થ છે, જેની મધ્યમાં અગ્નિ છે તે વસ્તુ. અગ્નિ એક પ્રકારની ઊર્જા છે. આથી પિરામિડનો યોગ્ય અર્થ થયો- જેની મધ્યમાં અગ્નિમય ઊર્જા વહેતી હોય. વૈજ્ઞાનિક સંશોધનથી જાણ થયેલી છે કે પહાડી સ્થાનો પર પોઝિટિવ એનર્જીનું સ્તર સામાન્ય કરતાં વધુ હોય છે. જ્યારે લોકો પહાડો પર દર્શન માટે જાયછે તો તે પોઝિટિવ એનર્જીની અસર તેમના મનો મસ્તિષ્ક પર પણ પડે છે, અને તેમના મનમાં સ્પિરિચ્યુઅલ(આધ્યાત્મિક) ભાવ જાગે છે.
પહાડો પર મંદિર બનાવવાનું બીજું કારણ : પ્રાચીન ભારના ઋષિ મુનિ જાણતા હતા કે આવનાર સમયમાં મનુષ્ય પોતાની સુવિધા માટે જંગલ વગેરે બધુ નષ્ટ કરી દેશે આવી સ્થિતિમાં યોગ સાધના માટે કોઈ જગ્યા નહીં બચે. મનુષ્ય રહેવા માટે સંમતલ જમીનનો ઉપયોગ કરશે, તે પણ ઋષિ-મુની જાણતા હતા, એટલા માટે તેમને મંદિર માટે પહાડોને પસંદ કર્યા. અહીં આવીને યોગીઓ પોતાની સાધના આસાનીથી કરી શકે છે, કારણ કે અહીં એકાંત વાતાવરણ હોય છે. કામ ગમે તેવું હોય, તેને પૂરું કરવા માટે એકાગ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. સાધના માટે મન એકાગ્ર કરવા માટે એકાંત માત્ર પહાડો પર જ મળી શકે છે.
પહાડો પર મંદિર બનાવવા માટે ત્રીજું કારણ : આ સિવાય એક બીજું કારણ એ છે કે પહાડો પર પ્રાકૃતિક સૌંદર્ય પોતાના મૂળરૂપમાં હોય છે. જે જીવનમાં તાજગી લાવે છે. જ્યારે લોકો પહાડો પર દર્શન માટે જાય છે તો તેમને પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે છે, જે અન્ય બીજે ક્યાંય નથી મળી શકતું.