ગુજરાતમાં હવે પ્રજા પણ નવા પક્ષ તરફથી દોડાવી રહી છે ત્યારે કોના પર વિશ્વાસ કરવો કે ન કરવો તે હવે પાર્ટી માટે પણ કળાઈ શકે તેમ નથી ત્યારે કોંગ્રેસમાંથી વંડી ઠેકીને ભાજપમાં ગયેલાના ઘણાં લોકોના હાલ કેવા થયા છે તે ખબર છે ત્યારે પાટીદાર આંદોલન જયારે તેજ ચાલતુ હતું ત્યારે હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, વરુણ પટેલ, કેતન પટેલ અત્યારે ક્યાં છે અને જે કમિટમેન્ટ થયું હતું
તેનું સૂરસુરિયું થઈ ગયું છે ત્યારે હાર્દિક પટેલ તો અત્યારે પણ કોંગ્રેસમાં જઈને પ્રજાના પ્રશ્ન લડી રહ્યાં છે ત્યારે રેશ્મા પટેલ ભાજપમાં એન્ટ્રી મેળવ્યા બાદ થોડા જ મહિનામાં ભાજપને બાય કરી દીધું હતું અને વરુણ પટેલ ભાજપમાં છે પણ ફક્ત મીડિયામાં મોઢા બતાવવા માટે ત્યારે કેતન પટેલ પોતે સાયલેન્ટ ચાલી રહ્યાં છે અને તેમની પાસે પબ્લિકનો ટેમ્પો છે જેમાં તેમના જન્મદિને તેમણે જે શક્તિ પ્રદર્શન કર્યું તેમાં હજારો યુવાનો આવ્યા હતાં ત્યારે ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિથી ભાજપના જ કાર્યકરોને જે પદ જોઈએ તે મળતું નથી પક્ષપલ્ટના કારણે અડધો ડઝનથી વધારે હાલ ભાજપમાં જે મંત્રીઓ છે તેમાં મોટાભાગના કોગ્રેસના છે. દર વખતે ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિથી ભાજપના જ કાર્યકરો, હોદ્દેદારો પરેશાન
થઈ ગયા છે. કારણકે નવા આવેલાઓ માટે પથારી તેમણે પાથરવી પડે છે ત્યારે હવે ભાજપની નેતાગીરીએ આ વખતે રોકડિયો હિસાબ કરી લીધો છે ત્યારે જે ધારાસભ્યોએ રાજીનામાં આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તે પાર્ટી પક્ષના
તો નહીં રહે પણ પ્રજામાં પણ મોટી ખાઈ વધી ગઈ છે ત્યારે પ્રજામાં રોકડિયા ધારાસભ્ય તરીકેની ફૂટેલી કારતૂસોની છાપ પડી ગઈ છે.
ભાજપના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કોંગ્રેસમાંથી વંડી ઠેકીને આવેલા અલ્પેશ ઠાકોર,
ધવલસિંહ ઝાલાના હાલ હલાલ અત્યારે સૌને ખબર છે ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની તથા બોર્ડ નિગમોમાં સ્થાન આપવા અનેક રજૂઆતો થયેલી છે ત્યારે મૂળ ભાજપના એક નેતાએ જણાવ્યું કે વર્ષો જૂના કાર્યકરો તથા ચાલુ ધારાસભ્યોને પણ સ્થાન ન મળતા અત્યારે મોટાભાગના સાઈલેન્ટ મુદ્રામાં છે. કોંગ્રેસના પેરાશૂટોને સ્થાન મળે અને જુના કાર્યકરો ચાપલુસી કરે તે હવે ભાજપ માટે ખતરાની ઘંટડી છે.
કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા પ્રદ્યુમનસિંહ જાડેજા એ મહાત્મા મંદિરમાં ઓગષ્ટ ૨૦૧૯ રૂપાણી સરકારની ત્રીજી વર્ષગાંઠના સેલિબ્રેશન સ્ટેજ પર ચઢીને શાલ ઓઢાડી હાર પહેરાવી ગળે મળ્યા ત્યારે રાજીનામાં પાછળ રાજેન્દ્રસિંહ જાડેજાનું સેટીંગ હોવાનું સૂત્રો જણાવે છે.
મંગળ ગાવિત : કોંગ્રેસના આ ધારાસભ્ય ૩ દિવસથી ગાયબ હતાં. ડાંગમાં મોજુન ફેસ્ટિવલ વખતે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સાથેની મુલાકાત બાદ દાવ બદલ્યો હતો.
જે.વી. કાકડિયા : ધારીના ધારાસભ્યના પુત્ર સુરતમાં બિલ્ડર છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સુરતના નેટવર્કના કારણે આ સેટીંગ હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છે.
પ્રવિણ મારું : ગઢડાના આ ધારાસભ્યને તોડવા નરહરી અમીને દાવ અજમાવ્યો હોવાની ચર્ચા.