સરકારની પહેલમાં નાગરિકોના સહકાર થકી રિડ્યુઝ, રિયુઝ ,રિસાઈકલની ચળવળ થકી પ્લાસ્ટિક મુક્તિની ઝુંબેશ સફળ બનાવીશુ’ – મંત્રી રાઘવજી પટેલ

Spread the love

પાટનગરના ચરેડી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

‘સરકારની પહેલમાં નાગરિકોના સહકાર થકી રિડ્યુઝ, રિયુઝ ,રિસાઈકલની ચળવળ થકી પ્લાસ્ટિક મુક્તિની ઝુંબેશ સફળ બનાવીશુ’ – મંત્રીશ્રી રાઘવજી પટેલ

………………………………………………..

ગાંધીનગર,સોમવાર

 

પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી ચરેડી, જીઈબી ખાતે કરવામાં આવી. જેનું આયોજન ગાંધીનગર વન વિભાગ દ્વારા કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ મુખ્ય અતિથિ મંત્રીશ્રી કૃષિ અને પશુપાલન રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણથી થઈ હતી.

કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત નાયબ વંન સંરક્ષણ ગાંધીનગર ચંદ્રેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત રંગોલી ફાઉન્ડેશનનાં કલાકારો દ્વારા પર્યાવરણ દિવસને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવ્યો હતો.

પ્રસંગના અધ્યક્ષપદે બિરાજમાન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પોતાના ઉદ્બોધનની શરૂઆત કાવ્યપંક્તિઓથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સુબહ કી તાજી હવા તુજે પસંદ હૈ, ચીડિયો કી આવાજ તુજે પસંદ હૈ, મેઘો કા બરસના તુજે પસંદ હૈ, તુજે પ્રકૃતિ કી હર રચના પસંદ હૈ, ફીર ક્યોં ટુ પ્રકૃતિ કો નષ્ટ કર રહા હૈ?”

તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી ઝીરો કાર્બનવાળા ભારતના નિર્માણની વાત કરતાં હતા. ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ થીમ પર બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો થાય ધીરે ધીરે વપરાશ બંધ થાય તેવી જીવન પદ્ધતિ વિકસાવીએ શકીએ તો પર્યાવરણ સુદ્રઢ કરવા માટેની કામગીરી કરી મનાય. તે માટે Reduce, Reuse અને Recycleને મહત્વ આપ્યું હતું. પર્યાવરણની જાળવણી માટે સરકારની સાથે નાગરિકોના સહકારની જરૂર છે. રાજ્યમાં વન સંરક્ષણ માટે ૪૫ કરોડની અને સામાજિક વનીકરણ માટે ૩૩૦ કરોડની તાજેતરના બજેટમાં જોગવાઈ કરાઇ છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી માટે સરકારે હાથ ધરેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી આરોગ્યની સાથે પર્યાવરણનું જતન થાય છે. રાજ્યમાં આજે વીજળી ઉત્પાદનમા વપરાતા કોલસામાં ૪૦ ટકા જેટલો ઘટાડો કર્યો છે. તેમણે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીના કાળ સમયના પર્યાવરણ માટેના પગલાને યાદ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં પર્યાવરણના જતન અને જાળવણી માટે પર્યાવરણ વિભાગની શરૂઆત ગુજરાત રાજ્યમાં થઈ હતી.

જિલ્લા વન સંરક્ષકશ્રી ચંદ્રેશ શાનદ્રેએ આ પ્રસંગે વર્ષ ૨૦૨૩ ની થીમ ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ અંતર્ગત પર્યાવરણના સંવર્ધન અને જતન માટે ત્રણ R એટલે કેReduce, Reuse અને Recycle અપનાવવાની વાત કરી હતી. પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, ફરીથી ઉપયોગમાં લેવાય અને તેને રીસાયકલ કરાય તે માટેના પગલાં લેવા જોઈએ

કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેષ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનશ્રી જશવંત પટેલ,ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ,ભાજપ પ્રમુખશ્રી રુચિર ભટ્ટ ,પારુલબેન ઠાકોર, ગાંધીનગર દંડક મ.ન.પા તેજલબેન, મ્યુન્સિપલ કમિશ્નરશ્રીજે.એન.વાઘેલા,ગાંધીનગર ફોરેસ્ટ વિભાગના અન્ય અધિકારીઓ તથા કર્મચારી હાજર રહ્યા હતા. આભાર વિધિ પ્રિયન પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કલોલ દ્વારા કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com