આરોપીઓ (૧) યુનુસ ઉર્ફે બટાકા અબ્દુલકરીમ મેમણ (ર) આસીફ મુસ્તાકઅહેમદ શેખ (૩) સમદખાન ઉર્ફે લાલા ગનીખાન પઠાણ
અમદાવાદ
એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચે દાણીલીમડા સંતોષીનગર ખાતે રહેતા યુનુસ ઉર્ફે બટાકા નામના વ્યક્તિને તેના બે સાગરીતો સાથે કફ શીરપની ૧૦૦ બોટલો કિ.રૂ.૧૮,૦૦૦ તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૫૮,૯૬૦ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડયા હતા.પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ એ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર યુ.એચ.વસાવાની ટીમને મળેલ બાતમી આધારે તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ રીલીફ રોડ, અ.મ્યુ.કોર્પો. બહુમાળી પાર્કીંગની સામેના ભાગેથી આરોપીઓ (૧) યુનુસ ઉર્ફે બટાકા અબ્દુલકરીમ મેમણ (ર) આસીફ મુસ્તાકઅહેમદ શેખ (૩) સમદખાન ઉર્ફે લાલા ગનીખાન પઠાણને સંયુક્ત કબ્જામાંથી વગર પાસ-પરમીટની ગેરકાયદેસરની કફ શીરપની શીલ બંધ બોટલો નંગ ૧૦૦ કિ.રૂ. ૧૮,૦૦૦ તથા અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ્ કિ.રૂ. ૫૮,૯૬૦ ની સાથે પકડી પાડયો હતો. આરોપીઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો ગુનો તા.૦૭/૦૬/૨૦૨૩ ના રોજ દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે પો.સ.ઇ. પી.આર.બાંગા તરફ ડેપ્યુટ કરેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. યુ.એચ.વસાવા
(૨)HC ભાવનેશકુમાર દિલીપભાઇ (ફરિયાદી તેમજ બાતમી)
(૩) HC મુકેશભાઇ જાયમલભાઇ
(૪) HC વિજયસિંહ રજુજી
(૫) HC ગજેન્દ્રસિંહ ઇશરાસિંહ
(૬) PC બળદેવસિંહ ઘનશ્યામસિંહ
(૭) PC અજયસિંહ મનુભા
(૮) PC કિરણસિંહ પ્રવિણસિંહ