અમદાવાદ
ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ પોલીસ કમિશનર , અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ, અમદાવાદએ આગામી રથયાત્રા અન્વયે એસ.ઓ.જી. ના હેડને લગતી તેમજ નાસતા-ફરતા આરોપીઓને પકડવા અંગેની કામગીરી કરવા સારૂ સૂચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર સી.વી.ગોસાઇના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે પો.સ.ઇ જે.બી.દેસાઇ, નાઓની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે અમદાવાદ, સિંગરવા, ભોલેશ્વર મહાદેવ કમ્પાઉન્ડમાં આરોપી (૧) રમેશભાઇ ઉર્ફે રાજુ મથુરદાસ રાવળ (૨) પ્રવીણભાઇ ઉર્ફે ટીનો બાબુભાઇ પરમાર તથા (૩) ગોપાલદાસ ઉર્ફે ગોકો પરષોત્તમદાસ સોલંકી પોતાના કબ્જાના ટેન્કર નંબર GJ-18- AX-5556 માથી પાઇપ વડે બાજુમાં પડેલ ટેન્કર નંબર GJ-027-6251 માં કેમિકલ ભરતા પકડાઈ જતા તેઓની પુછપરછ કરતા આરોપી નં.(૧) રમેશભાઇ ઉર્ફે રાજુ મથુરદાસ રાવળને અત્રેની હાજરી બાબતે પુછતા પોતે નહિ પકડાયેલ આરોપી સુર્યપ્રકાશ ઉર્ફે ચિકુ મણીયાર નાઓની જય ટેન્કર સર્વિસમાં નોકરી કરતા હોય અને પોતાના શેઠના જણાવ્યા મુજબ અત્રે ઉપરોક્ત કેમિકલનું ટેન્કર મહેન્દ્ર વડોદરાથી અત્રે લાવેલ હોય અને તેઓ બધા અત્રે પોતાના શેઠના જણાવ્યા મુજબ ઉપરોક્ત કેમિકલ ભરેલ ટેન્કરમાંથી કેમિકલ કાઢી અન્ય ટેન્કરમાં ભરી કેમિકલના ટેન્કરમાં પાણી ભરતા હોવાનું અને કેમિકલ ભરેલ ટેન્કરમાથી આશરે 3 M/T જેટલુ કેમિકલ કાઢી અન્ય ટેન્કરમાં ભરેલાનું જણાવેલ તથા નં (ર) પ્રવિણભાઇ ઉર્ફે ટીનો બાબુભાઇ પરમાર એ અત્રેની હાજરી બાબતે પુછ-પરછ કરતા પોતે નહિ પકડાયેલ આરોપી સુર્યપ્રકાશ ઉર્ફે ચિકુ મણીયાર નાઓની જય ટેન્કર સર્વિસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય અને પોતાના શેઠના જણાવ્યા મુજબ અત્રે અન્ય ટેન્કર માથી કેમિકલ ભરવા સારૂ GJ-02 7-6251નું લઇ આવેલાનું અને ઉપરોક્ત કેમિકલના ટેન્કરમાંથી કેમિકલ કાઢી પોતે લાવેલ ટેન્કરમાં કેમિકલ ભરતા હોવાનું જણાવેલ તથા નં-(૩) ગોપાલ પરષોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૫ નાએ અત્રેની હાજરી બાબતે પુછ-પરછ કરતા પોતે નહિ પકડાયેલ આરોપી સુર્યપ્રકાશ ઉર્ફે ચિકુ મણીયાર નાઓની જય ટેન્કર સર્વિસમાં કન્ડકટર તરીકે નોકરી કરતા હોય અને પોતાના શેઠના જણાવ્યા મુજબ અત્રે અન્ય ટેન્કરમાથી કેમિકલ ભરવા સારૂ GJ-02-1-6251 માં અત્રે આવેલાનું અને ઉપરોક્ત કેમિકલના ટેન્કરમાંથી કેમિકલ કાઢી પોતે લાવેલ ટેન્કરમાં કેમિકલ ભરતા હોવાનું જણાવેલ હોય જેથી કેમીકલ ભરેલ ટેન્કર નંગ-૦૨ તથા પાણી ભરેલ ટેન્કર નંગ-૦૧ કુલ્લે કિ.રૂ.૨૭,૫૦,૦૦૦/- તથા બીજી ચીજવસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ. ૨૭,૫૧,૬૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત આરોપીઓ તથા નહિ પકડાયેલ આરોપી (૧) ટેન્કર નં- GJ-18- AX-5556 ના ચાલક મહેન્દ્ર જેનુ પુરૂ નામ સરનામુ મળી આવેલ નથી તે તથા (૨) સુર્યપ્રકાશ ઉર્ફે ચિક્ લક્ષ્મીનારાયણ મણીયાર તથા તપાસમાં મળી આવે તે તમામે ગુનાહીત વિશ્વાસઘાત કરી બદદાનતથી માલ રાખી સગેવગે કરવાના ઈરાદે મળી આવેલ મળી આવેલ તેઓના વિરુધ્ધમાં ડી.સી.બી પોલીસ સ્ટેશન ગુ.ર.નં, ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૭૨/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૪૦૭, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ જે.બી.દેસાઇ તરફ ડેપ્યુટ કરેલ છે
કામગીરી કરનાર અધિકારી/પોલીસ કર્મચારી
(૧) પો.સ.ઇ.શ્રી જે.બી.દેસાઇ
(ર) હે.કો. વિજેન્દ્ર ભવરલાલ (બાતમી)
(૩) હે.કો બાબુભાઇ અમથાભાઇ (બાતમી)
(૪) ડે.કો પ્રધ્યુમનસિંહ છત્રસિંહ (બાતમી) (૫) હે.કો ભાગ્યદીપ મહેશકુમાર (૬) પો.કો દિગ્વીજયસિંહ જોરસંગભાઇ (ફરીયાદી)