રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. કાંઠા વિસ્તારોમાં સળંગ બે દિવસથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. બિપરજૉયે દ્વારકામાં તબાહી મચાવી હતી, અને આ કારણે મંદિરને બે દિવસથી બંધ રાખવામાં આવ્યુ હતુ, જોકે, હવે માહિતી છે કે, જગત મંદિર દ્વારકા ફરી એકવાર ભક્તો માટે ખુલ્લી ગયુ છે, મંદિર ખુલતાની સાથે જ સવારથી મંદિરના દ્વાર પર ભક્તોની લાંબી લાંબી લાઇનો લાગી ગઇ છે.
બિપરજૉય વાવાઝોડાની અસર બાદ દ્વારકામાં હવે પરિસ્થિતિ સામાન્ય બની છે, ધોધમાર વરસાદ અને ભારે પવનો વચ્ચે હવે ફરી એકવાર દ્વારકાધીશજીના મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. મંદિરના દ્વાર ખુલ્યા બાદ ફરી એકવાર ભક્તોની લાંબી લાંબી કતારો મંદિરની બહાર જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી વાવાઝોડાના કારણે મંદિરને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યુ હતુ.