કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની સ્થિતિનું નિરીક્ષણ કરવા આજે કચ્છની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીશ્રીએ માંડવી તાલુકાના કાથડ ગામના અસરગ્રસ્ત ખેડૂતોને સાથે વાતચીત કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો તેમણે માંડવીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લઈ સગર્ભા માતાઓ તેમ જ વરિષ્ઠ વડિલોના ખબરઅંતર પૂછ્યા હતા.
શ્રી અમિતભાઈ શાહે જખૌના આશ્રયસ્થાનની પણ મુલાકાત લીધી હતી તેમ જ ભૂજ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
શ્રી શાહે કેન્દ્રિય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકાર સાથે મળીને આ વાવાઝોડા સામે બધી જ એજન્સીઓએ લીધેલા પગલાંઓનું ઝિરો કેઝ્યુઆલિટી સાથેના ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક સફળ મોડેલ તરીકે ડોક્યુમેન્ટેશન તૈયાર કરવા સૂચવ્યું હતું.
ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે કચ્છમાં અસરગ્રસ્ત ખેડૂતોના બાગાયતી પાકો અને વૃક્ષોને થયેલા નુકસાનમાંથી બેઠા કરવા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા માટે પણ પ્રેરક સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રીશ્રીની આ સમગ્ર મુલાકાતમાં સાથે રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે કચ્છની સમગ્રતયા પરિસ્થિતિની સમીક્ષા કરી અને ઝીરો કેઝ્યુઆલ્ટી અભિગમ સાથે પૂર્વતૈયારીઓ કરવા બદલ રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. તેમણે વાવાઝોડા પછીના સંજોગોમાં પુનર્વસન અને પુનઃસ્થાપન કામગીરીમાં કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સંપૂર્ણ સહકારની ખાતરી આપી છે. તેમણે અસરગ્રસ્ત લોકોને રોકડ રકમ/આર્થિક સહાય પૂરી પાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ૭૨ કલાકમાં સ્થિતિ પૂર્વવત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ આવી વિનાશક કુદરતી આપત્તિ સામે ગુજરાતના લોકોએ કરેલા સામૂહિક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સતત માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન અને તૈયારીઓથી માનવ અને પ્રાણીઓના જીવન અને સંપત્તિને ઓછામાં ઓછું નુકશાન થયું છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દૂરંદેશી, સમયસૂચકતાને પરિણામે ઝીરો કેજ્યુલિટી સાથે વાવાઝોડાનો સામનો કરવામાં આપણે સફળ રહ્યા. સમગ્ર આપતિ વ્યવસ્થાપનની આ મુહિમ દરમ્યાન કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય સરકારના સતત સંપર્કમાં રહી જરૂરી પગલાંઓ લેવામાં સહાયક બન્યું હતું.
શ્રી શાહે ઉમેર્યું હતું કે આપત્તિની ચેતવણીને પગલે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર તંત્રને સચેત, ચુસ્ત દુરસ્ત કરી સ્વયં મોડી રાત સુધી મોનીટરીંગ કર્યું. શ્રી મોદીજીએ સમયાંતરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ અને જન પ્રતિનિધિઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જરૂરી સૂચનો કર્યા અને આવશ્યક પગલાંઓ લેવા તાકીદ કરી.ગુજરાત સરકારે અગાઉથી આયોજન કર્યું હતું અને સંવેદનશીલ લોકો, માછીમારો, સોલ્ટ-પાન કામદારોને સલામત સ્થળોએ ખસેડ્યા હતા. IMDની ચેતવણીઓ મુજબ માછીમારીની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમનો સામાન, બોટ સલામત સ્થળોએ મૂકવામાં આવી હતી અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો સતર્ક રહ્યા હતા તથા સુરક્ષા માટે ટીમો તૈયાર કરી હતી.
કેન્દ્ર સરકારની એજન્સીઓ, NDRF, એરફોર્સ, આર્મી, નેવી અને કોસ્ટ ગાર્ડની ૧૯ ટીમોએ પણ રાજ્ય સરકારને સક્રિયપણે સહકાર આપ્યો હતો.પુન: સ્થાપન પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને જનજીવન ખૂબ ઝડપથી રાબેતા મુજબ થશે તેવો આશાવાદ વ્યક્ત શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
આજે સમગ્ર દિવસ દરમ્યાન શ્રી શાહે અસરગ્રસ્ત વિસ્તારોના એરિયલ નિરીક્ષણ સહિત નાગરિકોના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ એજન્સીઓ દ્વારા થઈ રહેલ પુનઃ સ્થાપન પ્રક્રિયાની પણ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી શાહે તમામ પ્રાથમિક સુવિધાઓ ખૂબ ઝડપથી પૂર્વવત થાય તે માટે તમામ અધિકારીઓને સૂચના પણ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓથી ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતાં. તેમણે કહ્યું કે, “આગોતરા આયોજન અને તૈયારીઓને લીધે વાવાઝોડા દરમિયાન જાનમાલના નુકસાનને ઓછું કરવામાં સફળ રહ્યા છીએ. રાજ્ય સરકાર વાવાઝોડા પસાર થયાના ૭૨ કલાકની અંદર જ ઝડપથી રિ-સ્ટોરેશન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે. સગર્ભા સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. વન્યજીવો, ખાસ કરીને ગીરમાં સિંહોના રક્ષણ માટે યોગ્ય પગલાં પણ લીધા છે.ઉર્જા વિતરણ કંપનીએ વીજ કરંટને કારણે સંભવિત જાનહાનિને રોકવા માટે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન લાઈનોને બંધ કરી હતી. જીલ્લા વહીવટીતંત્રે હોર્ડિંગ્સ દૂર કર્યા, ઝાડની ડાળીઓ વગેરેને કાપવાની કામગીરી કરી હતી.
• ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડુ ત્રાટક્યાના સમાચાર મળ્યા ત્યારથી, મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે, વાવાઝોડા અંગે સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે વારંવાર નિરીક્ષણ અને સમીક્ષા બેઠકો યોજી અને તમામ જિલ્લા વહીવટીતંત્રને સૂચનાઓ આપી.
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વાવાઝોડાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ૧૨.૬.૨૩ના રોજ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યની તૈયારીઓ સંબંધિત માહિતી મેળવવા માટે વડાપ્રધાને મુખ્યમંત્રીશ્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.
• કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ૧૩.૬.૨૩ના રોજ ભારત સરકાર, ગુજરાત સરકાર અને જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી તેમને જરૂરી સહકારની ખાતરી આપી હતી.
• કેન્દ્ર સરકારે ગુજરાતને સંપૂર્ણ સહકારની ખાતરી આપી. તેઓએ ગુજરાતમાં બચાવ અને પુનર્વસન કામગીરીની દેખરેખ માટે કેન્દ્રીય મંત્રીઓને પણ મોકલ્યા.
• મુખ્યમંત્રીશ્રીએ વિવિધ જિલ્લાઓમાં લોકોને સ્થળાંતર કરવા માટેની સૂક્ષ્મ વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી. રાજ્ય સરકારના મંત્રીઓ ૧૨મી જૂનથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત, બચાવ અને પુનઃસ્થાપનના પ્રયાસોની દેખરેખ માટે તૈનાત હતા.
• મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ૧,૦૮,૨૦૮થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ૧૦,૯૧૯ બાળકો, ૫,૦૭૦ વૃદ્ધો અને ૧૧૫૨ ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે.
• રાજ્ય સરકારે પણ લગભગ ૭૩,૦૦૦ ઢોર અને પશુધનને સલામત સ્થળે ખસેડ્યા છે, તેથી પ્રાણીઓની જાનહાનિ ઓછી થઈ છે.
• વર્ષોથી, આવી આપત્તિઓનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૭૬ કાયમી મલ્ટી પર્પઝ સાયક્લોન શેલ્ટર હોમ (MPCS) બનાવવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમ બિપરજોય વાવાઝોડા દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે અત્યંત ઉપયોગી બન્યા છે.
• ૧૯ NDRF ટીમો ગુજરાતના ૯ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી હતી. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને વલસાડ, અને ૧ દીવ (કેન્દ્રશાસિત પ્રદેશ) ખાતે આ ટીમો કાર્યરત રહી છે.
• ૧૨ SDRF ટુકડીઓ ૭ દરિયાકાંઠાના જિલ્લાઓ (કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ) અને પાટણ અને બનાસકાંઠામાં તૈનાત હતા. સુરતમાં એસડીઆરએફની ૧ ટુકડીને અનામત રાખવામાં આવી હતી.
• મુખ્યમંત્રીશ્રી વાવાઝોડાને કારણે ઉદ્ભવતી વખતોવખતની પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા હતા અને કંટ્રોલ રૂમમાંથી જિલ્લા વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે મુખ્ય સચિવ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો સાથે વ્યાપક બેઠકો કરીને પળપળની વિગતો મેળવી હતી.
*અસરકારક સંચાર વ્યવસ્થા ઉભી કરી નાગરિકોને અવગત કર્યા*
વાવાઝોડુ ત્રાટકે તે પહેલાં જ, ગુજરાત સરકારના માહિતી વિભાગે ૧૩ જૂનથી અત્યાર સુધીમાં રાજ્યના ૬ સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૬૫ લાખ મોબાઇલ ફોન વપરાશકર્તાઓને મુખ્યમંત્રીનો વૉઇસ સંદેશ (OBD – આઉટબાઉન્ડ ડાયલિંગ) મોકલ્યો હતો. આ વોઈસ મેસેજમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને લેવાઈ રહેલા સુરક્ષા પગલાંની વિગતો હતી. તેવી જ રીતે, મુખ્યમંત્રીની જનતાને અપીલ લગભગ ૬૫ લાખ મોબાઇલ ધારકોને પ્રસારિત કરવામાં આવી હતી, અને આવા અન્ય પાંચ સંદેશાઓ, જેમાં વાવાઝોડા પહેલાના ટેક્સ્ટ સંદેશાઓ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં કંટ્રોલ રૂમના ફોન નંબરો અને વોટ્સએપ વિડિયો સંદેશાઓ દ્વારા ટેલિવિઝન કમર્શિયલ મોકલવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર (૦૭૯-૨૩૨-૫૧૯૦૦) પણ જારી કર્યો છે. રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ GSWAN ટેલિફોન હોટલાઇન સાથે જોડાયેલા હતા. કચ્છ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લામાં હેમ રેડિયો સ્ટેશનો સ્થાપવામાં આવ્યા હતા અને મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે Jio, BSNL, Vodafone વગેરેને કોમ્યુનિકેશન માટે પર્યાપ્ત પાવર બેકઅપ રાખવા સૂચના આપવામાં આવી હતી.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) એ પણ ટીવી કમર્શિયલ, રેડિયો અને અખબારની જાહેરાતો દ્વારા નાગરિકોને વાવાઝોડા દરમિયાન ‘શું કરવું અને શું નહીં’ પ્રસારિત કરવા માટે માહિતી વિભાગ સાથે સંકલન કર્યું.
ગુજરાત પોલીસે અવિરત સંદેશાવ્યવહાર સુનિશ્ચિત કરવા માટે સેટેલાઇટ ફોન અને વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. હોસ્પિટલો, સ્થળાંતર કેન્દ્રો વગેરે જેવા મહત્વના સ્થળોએ વાયરલેસ સેટ મૂકવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના પ્રયાસોથી જામનગર અને જૂનાગઢમાં સંદેશાવ્યવહાર માટે વીજ પુરવઠો સુનિશ્ચિત થયો છે. ૩૭૩ ડાઉન સાઇટ્સમાંથી, ૨૫૫ સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
*જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો*
પ્રભારી મંત્રીઓ, સચિવો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ વાવાઝોડા પહેલા લોકોને સફળતાપૂર્વક સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. ક્ષતિગ્રસ્ત વીજળી, સંદેશાવ્યવહાર, પાણી પુરવઠો અને પરિવહનને ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા વહીવટીતંત્રોએ યુદ્ધના ધોરણે કામ કર્યું.
*આરોગ્ય વિભાગ દ્વારા તૈયારી*
વાવાઝોડા દરમિયાન રાજ્યના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ૧૦૦૫ તબીબી ટીમો કાર્યરત હતી. ૨૪૬ ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ અને ૩૫૭ સરકારી એમ્બ્યુલન્સ સહિત કુલ ૬૦૩ એમ્બ્યુલન્સ અસરગ્રસ્ત લોકોની સેવા માટે સતત કાર્યરત હતાં. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૮૫૧ ક્રિટિકલ બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા વિસ્તારોમાં કુલ ૧૯૭ ડીજી સેટ પણ પૂરા પાડવામાં આવ્યાં હતાં.
રાજ્યના આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ અને લોજિસ્ટિક્સની સંપૂર્ણ જોગવાઈ સુનિશ્ચિત કરી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓની તમામ હોસ્પિટલો ૧૦૦% ડીઝલ જનરેટરથી સજ્જ હતી જેથી અવિરત તબીબી સેવાઓ સુનિશ્ચિત કરી શકાય.
વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સગર્ભા સ્ત્રીઓની સૂચિ પણ તૈયાર કરી છે, જેમાં તેમની અપેક્ષિત ડિલિવરીની તારીખોનો સમાવેશ થાય છે, જેથી સમયસર અને યોગ્ય સંભાળની સુવિધા મળી શકે. ૧૧૫૨ સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી હતી. કટોકટી દરમિયાન ૭૦૭ સફળ બાળજન્મ થયા હતા.
*અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત*
ઊર્જા વિભાગ દ્વારા પી.જી.વી.સી.એલ., યુ.જી.વી.સી.એલ. અને જેટકોના 7600થી વધુ કર્મચારીઓની 1133 ટીમો 3751 ગામોમાં સક્રિય કરવામાં આવી હતી. સાથેસાથે વીજ-પુરવઠો રિસ્ટોર કરવા માટે 1 લાખ વીજપોલ ઉપરાંત ટ્રાન્સફોર્મર્સ, કેબલ્સ અને કન્ડક્ટર્સ જેવા અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ કરાયા હતા.
જેટકો દ્વારા 714 સબસ્ટેશન્સની વિશેષ ટીમો મૂકવામાં આવી હતી, જેમની ત્વરિત કામગીરીના કારણે વીજ-પુરવઠો ખોરવાઈ જવાના કિસ્સા એકદમ ઓછા થઈ શક્યા હતા. ઉપરાંત કરંટને કારણે જાનહાનિ થવાના બનાવો પણ નીવારી શકાયા હતા. આ ટીમોની ખડેપગે કામગીરીને લીધે 1600થી વધુ ગામો અને જામનગર, ભૂજ, માંડવી, મુન્દ્રા, અંજાર તથા ગાંધીધામ જેવા મહત્વના શહેરી વિસ્તારોમાં વીજ-પુરવઠો ફરી પૂર્વવત થયો છે.
આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જ્યાંજ્યાં વાવાઝોડાને લીધે વીજસપ્લાયને અસર થઈ હતી ત્યાં વોટર વર્ક્સ, હોસ્પિટલ્સ અને સરકારી કચેરીઓ સહિતના મહત્વના સ્થળોનો વીજ-સપ્લાય પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
*માર્ગ અને મકાન વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ*
માર્ગ અને મકાન વિભાગે જરૂરી વસ્તુઓથી સજ્જ ૧૩૨ ટીમો કાર્યરત કરી હતી. આ ટીમો ૩૨૮ JCB, ૨૭૬ ડમ્પર, ૨૦૪ ટ્રેક્ટર, ૬૦ લોડર અને ૨૩૪ અન્ય સાધનો સાથે અસરગ્રસ્ત રસ્તાઓના સમારકામ માટે કામ કરી રહી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ૨૬૩ રસ્તાઓ પરથી ૭૭૯૬ વૃક્ષો દૂર કરવામાં આવ્યા છે.
*શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી*
વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવનને કારણે જાનમાલના નુકસાનને ટાળવા માટે સાવચેતીના પગલા તરીકે અસરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા ૮ જિલ્લામાંથી ૪૩૧૭ જેટલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. તે સિવાય અસરગ્રસ્ત વીજળીના થાંભલાઓ, ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, પાવર કટ વિસ્તારો અને ક્ષતિગ્રસ્ત મકાનોને પુનઃસ્થાપિત કરવા સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે.
* ઉખડી ગયેલા વૃક્ષોનો વનવિભાગ દ્વારા નિકાલ*
રાજ્યના વન વિભાગે સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઉખડી ગયેલ