ગુજરાતનું કહેવાતું પાટનગરમાં નવા સ્ટ્રીટલાઇટો નાંખ્યા બાદ પૂરાણ યોગ્ય ન થતાં વાયરો પણ બહાર આવી ગયા છે, ત્યારે સ્ટ્રીટલાઇટના ખુલ્લા ઢાંકણા નીકળી ગયા કે પછી ઢાંકણા ચોર ગેંગ સક્રીય બની છે, તે પ્રશ્ન છે? લોખંડના ઢાંકણા તો ગટરોમાંથી ગાયબ જ થઇ ગયા છે, હમણાં જ સરગાસણ ખાતે ગાયનું મરણ શોર્ટ સર્કીટથી થયું હતું, ત્યારે આખા શહેરમાં અને ન્યુ GJ-૧૮ ખાતે અનેક પોલ જાેખમી છે, શહેરમાં હાલ ભુંગળા, મેટ્રો, પોલનું કામ ચાલુ છે, ત્યારે ચોમાસામાં ખૂબજ જાેખમી તબક્કો આવી રહ્યો છે. ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટના વીજ પોલમાં નીચેના ભાગે ઢાંકણું ખૂલ્યું છે. જેમાં જીવતા વાયરો જાેવા મળે છે. ચોમાસામાં આ જીવતા વાયરોને ભૂલથી પણ કોઈ અડી જશે તો મૃત્યુનો ભય રહેલો છે. અગાઉ આ જ જગ્યાએ બે ગાયોના વીજ કરથી મૃત્યુ થયા હતા. સ્ટ્રીટલાઈટના વીજપોલના આવા ખૂલ્લા ઢાંકણા જ્યાં જ્યાં જાેવા મળે તો તેને બોલ્ટ લગાવી યોગ્ય રીતે બંધ કરવા લોકમાંગ ઉદી છે.તો બીજી બાજુ, ગટર અને પાણીની લાઈન નાંખવા માટે હાલમાં બધાં જ સેક્ટરોમાં ખોદકામ ચાલે છે. પરંતુ અણઘડ ખોદકામના કારણે સ્ટ્રીટ લાઈટના કેબલો અનેક જગ્યાએથી બહાર આવી ગયા છે. પરંતુ આ બહાર નીકળેલા કેબલોને અંદર કોણ નાંખશે. એની જવાબદારી કોની આ પ્રકારની લાપરવાહી નિર્દોષ લોકો માટે જાેખમી બની રહેશે. હવે ચોમાસામાં વરસાદ પડશે, આ સ્થિતીએ વરસાદના પાણીના સંપર્કમાં આવતાં કરંટ લાગશે તો કોની જવાબદારી તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠયા છે. જિલ્લા વહીવટી તંત્રએ આ દિશામાં એજન્સીઓને આદેશો આપીને ખૂલ્લા કેબલોને પુનઃ જમીનમાં નાંખવા સૂચના આપવી પડે તેવી સ્થિતી છે. અન્યથા ઍજન્સી પોતાની આ બેદરકારીને ક્યારેય નહી સુધારે. પરંતુ તેના કારણે મુંગા પશુઓ અને નાગરિકોના જવ જાેખમમાં મુકાશે.