ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, ઉપપ્રમુખ બિપીન પટેલ અને દિનેશ સુથાર M.SC ( Agri) CEO પત્રકાર પરિષદમાં હાજર
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી
ગુજકોમાસોલ મોલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રાહકોને ફાયદો કરાવવાનો છે : સંઘાણી
અગાઉના વર્ષોમાં 12% થી 15% ડિવિડન્ડ ચુકવવામાં આવતું જે દિલીપ સંઘાણીએ ચાર્જ સંભાળ્યા પછી છેલ્લા ચાર વર્ષથી 22% ડિવિડન્ડ ચુકવવામાં આવે છે.
અમદાવાદ
ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે તા. 17-7-2017નાં રોજ ફેડરેશનની ચૂંટણી થઈ અને મેં સંસ્થાનું કામકાજ સંભાળ્યું. અગાઉના વર્ષ ૨૦૧૬-૧૭ માં ગુજકોમાસોલનું ટર્ન ઓવર ૧૬૨૬.૯૪ કરોડ હતું જે મેં ચાર્જ સંભાળ્યા પછી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૪૭૦૦ કરોડ સુધી વધારેલ છે.અગાઉના વર્ષોમાં 12% થી 15% ડિવિડન્ડ ચુકવવામાં આવતું જે દિલીપ સંઘાણીએ ચાર્જ સંભાળ્યા પછી છેલ્લા ચાર વર્ષથી 22% ડિવિડન્ડ ચુકવવામાં આવે છે.
સહકારી સંસ્થા ગુજકોમાસોલની એક મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજકોમાસોલ ટુંક સમયમાં હવે કોર્પોરેટ મોલને પણ ટક્કર મારે તેવા રાજ્યભરમાં સસ્તામાં સસ્તી ભાવે ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સહકારી સંસ્થા ગુજકોમાસોલ 250 નવા મોલ શરૂ કરવામાં આવશે. મેગા સીટી, તાલુકા અને ગ્રામીણ કક્ષાએ આ મોલ શરૂ કરાશે. જેમાં સારી ક્વોલિટી અને ઓછી કિંમતની વસ્તુઓ ગુજકોમસોલના મોલમાંથી મળશે.ગુજકોમાસોલ 10 હજારની વસ્તી હોય તેવા વિસ્તારમાં શોપિંગ મોલ શરૂ કરશે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ મોલ અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. અમદાવાદ રિલીફ રોડ પર આવેલી ગુજકોમાસોલની ઓફિસમાં મોલ શરૂ કરવામાં આવ્યો છે. ગુજકોમાસોલ મોલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રાહકોને ફાયદો કરાવવાનો છે.ગુજકોમાસોલ દ્વારા સીંગતેલ, કપાસિયા તેલ, મગ દાળ, અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ, ચોખા, હળદલ, મરચું, હિંગ, સંભાળ મસાલા, ચા, ચાટ મસાલા, પુલાવ મસાલા, છોલે મસાલા, પાવભાજી મસાલા, પાણીપુરી મસાલા, ઢોસા, ઇડલી, ખમણ, દાળવડા, ઉપમા, ગુલાબજાંબુ, દહીંવડા જેવી વસ્તુઓ બનાવવા માટેનું પેકેજીંગ મટિરિયલ વેચાણ કરે છે.ગુજકોમાસોલ પાસે પ્રોસેસિંગ અને પેકેજીંગ યુનિટ હોવાથી ગ્રાહકોને માર્કેટ કરતા ઓછા ભાવે અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ મોલમાં મળી રહેશે. જીવન જરૂરિયાત વસ્તુઓ પર કંપનીઓ પોતાનો નફો મેળવતા હોય છે. દરેક વસ્તુની ટકાવારી પ્રમાણે કંપની નફો મેળવે છે. જેમ કે, ટ્રેાન્સપોર્ટ ખર્ચ, મેન્યુફેક્ચરિંગ ખર્ચ, પ્રોસેસિંગ ખર્ચ અને પેકેજીંગ ખર્ચ લગાવતા હોય છે.ગુજકોમાસોલ ખેડૂતો પાસેથી સારા ભાવે ખેત પેદાશની ખરીદી કરશે અને તેનું વેચાણ મોલમાં કરવામાં આવશે. જેમ કે, હાલ મગફળી, કઠોર, શાકભાજી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે. આ મોલ થકી ખેડૂતોને પોતાની પેદાશનો ઉંચો ભાવ મળશે. આ ઉપરાંત ખેત પેદાશમાંથી તૈયાર થતી ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.અત્યાર સુધી વેપારીઓ ખેડૂતો પાસેથી નીચા ભાવે ખેત પેદાશ ખરીદતા અને તેમાં પોતાનું કમિશન ઉમેરીને બજારમાં ઉંચા ભાવે વેચાણ કરતા હતા. જેથી ખેડૂતોને પોતાના પાકના યોગ્ય પોષણતમ ભાવ મળતા નહોતા. પરંતુ હવે તેવું નહીં બને, ગુજકોમાસોલ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરી તેનું વેચાણ ગુજકોમાસોલ મોલમાં કરશે, જેથી ખેડૂતોને ફાયદો થશે.
વર્ષ ૨૦૧૭ માં ચાર્જ સંભાળ્યા બાદ આજદિન સુધી થયેલ કામગીરીનું તુલનાત્મક વિવરણ નીચે મુજબ છે
* 2016-17માં ગુજકોમસોલ ટર્ન ઓવર 1626.94 કરોડ હતું.
* 110 ટકા વધારા સાથે 2022-23માં 4700 કરોડ સુધી પહોંચ્યું.
* ગુજકોમસોલના ગ્રોસ નફો 2017-18મા 39.86 કરોડ અને 2022-23માં 76 ટકા વધારા સાથે 70 કરોડ પહોંચ્યો.
* ગુજકોમસોલના નેટ નફો 2017-18મા 7.77 કરોડ અને 2022-23માં 209 ટકા વધારા સાથે 24 કરોડ પહોંચ્યો.
* ગુજકોમસોલે 2017-18મા 1584 કરોડ અને 2022-23માં 15 ટકા વધારા સાથે 1821.73 કરોડનું ખાતર કર્યું વેચાણ.
* ગુજકોમસોલે 2017-18મા 1156 કરોડ અને 2022-23માં 826 ટકા વધારા સાથે 107 કરોડનું બિયારણનું કર્યું વેચાણ.
* જંતુનાશક દવાના વેચાણમાં થયો ઘટાડો 2017-18માં 1.73 કરોડ સામે 2022-23માં 1.27 કરોડ થયું.
* ગુજકોમસોલ ઇન્વેટમાં 59 ટકા વધારા સાથે 2022-23માં 29.50 કરોડ થયું.
* 2017-18માં 38 કરોડ ફિક્સ ડિપોઝીટમાં 2022-23માં 184 ટકાના વધારા સાથે 108 કરોડનું થયું.
* ગુજકોમસોલે ડીવીડન્ડમાં પણ અગાઉ 12થી 15 ટકાના દર સામે હવે 22 ટકા કરે છે,ચુકવણી.
* ગુજકોમસોલના 2017માં દિલીપ સંઘાણી નેતુત્વમાં ઓવરઓલ 110 ટકાનો થયો વધારો