મસ્જિદ હટે એ પહેલાં રાજકારણ શરૂ….

Spread the love

જૂનાગઢમાં મસ્જિદને નોટિસ આપ્યા બાદ થયેલા ઘર્ષણની ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના કોર્પોરેટર અને મુસ્લિમ આગેવાન રઝાક આલાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. જેમાં રઝાક આલાએ આક્ષેપ કર્યો કે સરકાર 2024ની ચૂંટણી જીતવા કાવતરૂ રચી રહી છે…બ્યુટિફિકેશનના નામે મસ્જિદોને તોડવાનું કાવતરૂ રચાઈ રહ્યુ છે. જૂનાગઢ મનપા મુસ્લિમ સમાજને બદનામ કરે છે..કોંગ્રેસ કોર્પોરેટરે સવાલ કર્યો કે 14 જૂનની નોટિસ 16 જૂને કેમ લગાવાઈ હતી..મનપાએ મુસ્લિમ આગેવાનોને વિશ્વાસમાં લઇ કાર્યવાહી કરવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *