ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે વરસાદ બાદ કાદવ, કિચડનું અનેક સેક્ટરોમાં સામ્રાજય છવાયેલું છે, ત્યારે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને તંત્ર મસ્ત બનીને તમાશો જાેતું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે છેવટે મહિલા નગર સેવકના પતિઓ વ્યસ્ત બની જતા કામમાં ધમધમાટ ઉપડ્યો છે. ત્યારે ખોરજના નગરસેવક સેજલબેન કનુભાઈ પરમારને કાદવ -કિચડ, રોડ, રસ્તા પર પાણી ભરાતા અનેક લોકોના ફોન આવતા મહિલાના પતિ કનુભાઈ ૧૦૮ પોતે પાવડો, ત્રિકમ લઈને પાણી ગટરોનું જતું ન હતું, તેથી પોતે સાફ-સફાઈમાં મંડી પડ્યા હતા ,ત્યારે વરસાદી ઋતુમાં મજૂરો ન મળતા પોતે મજૂર હોય તેમ સરાહનીય કામગીરી કરી હતી.
વધુમાં વોર્ડ _૧ ના મીનાબેન સોમાભાઈ મકવાણા જેવો નગરસેવક છે ,ત્યારે રહીશોના ફોનની ઘંટડીઓ વાગતા વરસતા વરસાદમા પોતે સોમાભાઈ મકવાણા મેદાને ઉતર્યા હતા અને જેસીબી તથા મજૂરોની વ્યવસ્થા કરીને પોતે વરસતા વરસાદમાં એક ઝાડ નીચે ઉભા રહીને કામની સૂચના આપતા હતા અને પોતે પણ પલડી ગયા હતા, ત્યારે દરેક જગ્યાએ મહિલા નગર સેવકો દોડે ક્યાંથી?? ત્યારે તંત્રમાં પીપૂડી વાગે કે ન વાગે ,પણ પ્રજામાં કામની પીપૂડી કનુભાઈ અને સોમાભાઈએ વગાડી ખરી.