શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના નેતાઓ દિલ્હી જશે

Spread the love

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકબાદ એક પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસની કથળતી જતી સ્થિતિને લઈ રાજ્યના અગ્રણી નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને મુલાકાત માટે બોલાવ્યા છે. 22મી જૂનના રોજ રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી માટે મંથન કરશે અને ગત વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમીક્ષા કરશે. ઉપરાંત ફેકટ ફાઇડિંગ કમિટીના અહેવાલ અંગે રાહુલ ગાંધી સમીક્ષા કરશે. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના નેતાઓ દિલ્હી જશે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે થોડા દિવસ પહેલા મોટો ખુલાસો થયો હતો. જે મુજબ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં થયો હતો. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.
ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો પણ ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનું ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટ જણાવ્યું હતું. ઉમેદવારોને આર્થિક વ્યવહાર કરીને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત રિપોર્ટમાં ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી હોવાનું, ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ હોવાનું જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com