મારી ગર્લફ્રેન્ડ સાથે સબંધ કેમ રાખે છે કહીને યુવકને જબરજસ્તી ગાડીમાં બેસાડી દીધો

Spread the love

અમદાવાદમાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે જેમાં એક યુવકને મળવા બોલાવી તેને લૂંટી લેવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે. 16 જૂન સાંજે 4 વાગ્યે જીગર ઝાલૈયાએ ફોન કરીને પરિચિત ભાવેશ ડાભીને થલતેજ મેટ્રો સ્ટેશન મળવા બોલાવ્યો હતો. ભાવેશ નામનો યુવક મળવા જતા જીગરે કહ્યું મારી ગર્લફ્રેન્ડ સાથે સબંધ કેમ રાખે છે કહીને જબરજસ્તી ગાડીમાં બેસાડી દીધો.
જીગરને ગાડીમાં બેસાડતા જીગરના મિત્રો કરણ મકવાણા અને નેહલ વાળા પણ પાછળની સીટ પર બેસી ગયા હતા. ગાડીમાં રહેલા તમામ ઇસમો ભાવેશને મૂઢ માર મારવા લાગ્યા હતા. ભાવેશનું અપહરણ કરીને ઓગણજ ગામમાં લઈ ગયા અને સ્થળ પર ગડદા પાટુનો માર મારીને તેની પાસે રહેલો મોબાઈલ ફોન પણ પડાવી લીધો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાવેશને ખંજર બતાવ્યું હતું.
આ ઘટના બાદ આરોપીઓએ ભાવેશ ડાભીના બંને હાથે ખંજરના ઘા માર્યા હતા. ભાવેશને માર મારીને ગોતા વંદેમાતરમ ચાર રસ્તા પાસે આવેલી રેલવે ફાટક પાસે ઉતારીને ત્રણેય નાસી ગયા હતા. ભાવેશે આ મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
બોડકદેવ પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી સાથે જ આરોપીઓની દૈનિક બેઠકની જગ્યાએ પણ તપાસ કરવામાં આવી. આરોપીઓના મિત્રોની પણ પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે પોલીસને આરોપીઓ ઝાયડસ હોસ્પિટલ પાસે હોવાની માહિતી મળતા ત્રણેય આરોપીઓને 18 જૂને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી જીગરની ગર્લફ્રેન્ડ સાથે ભાવેશને સંબંધ હોવાથી તેને ડરાવી ધમકાવી અપરણ કરીને મોબાઈલ લૂંટી લીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.