સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.આ વખતે 1.25 લાખથી વધુ લોકો એકસાથે યોગ માટે જોડાયા છે. અને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે.
સુરતમાં ત્રણેય બાજુઓથી 5 કિ.મી.ને આવરી લેતા મુખ્ય માર્ગ પર વાય જંકશન ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના લોકો, ગૃહિણીઓ અને કામ કરતી મહિલાઓ સહિત અન્ય લોકો પણ જોડાયા છે.
સુરતમાં સવા લાખ લોકો એક સાથે યોગ કરવાના હોવાથી વાય જંકશન સુધીનો સમગ્ર BRTS રૂટને ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવ્યો છે.આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.