અંકલેશ્વર જીઆઇડીસીમાં સોલ્વન્ટના જથ્થાનાં કારણે આગ

Spread the love

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી જેની ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવી લીધો છે. આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. સૂત્રો અનુસાર નિરંજન લેબોરેટરી કંપનીના બંધ પ્લાન્ટમાં આગની ઘટના બની હતી. અત્યંત જ્વલનશીલ સોલ્વન્ટનાજથ્થાનાં કારણે આગે ગંભીર સ્વરૂપ ધારણ કરી દીધુ હોવાનું અનુમાન છે. ઘટના બાબતે ફાયરબ્રિગેડને મદદનો કોલ અપાતા લાશ્કરો ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. આગે લગભગ આખા પ્લાન્ટને ઝપેટમાં લઈ લીધો હતો. ઘટના સમયે પ્લાન્ટ બંધ હોવાથી કામદારો અંગે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ ન હતી. 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીની નિરંજન ફાર્મા કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવાયો છે. કુલ 5 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો છે. સૂત્રો અનુસાર આગથી પ્લાન્ટને મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે 15 દિવસથી કંપનીનો પ્લાન્ટ બંધ હતો. મંદીના કારણે કંપની પાસે પૂરતા ઓર્ડર ન હોવાથી પ્લાન્ટ બંધ રખાયો હતો. કંપનીને અડીને આવેલા ખાલી પ્લોટમાં રહેતા શ્રમજીવીઓની ભૂલના કારણે પ્લાન્ટમાં તણખલું પડ્યું હોવાનું અનુમાન હોવાનું અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશું ચૌધરી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં વ્યક્ત કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com