ભારતીય જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ અને ડાકુન્હા કોમ્યુનિકેશન્સના ચેરમેન સિલ્વેસ્ટર ડાકુન્હાનું મંગળવારે 80 વર્ષની વયે અવસાન થયું. અમૂલ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર જયન મહેતાએ ટ્વિટ કરીને તેમના નિધનની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે હું સિલ્વેસ્ટર ડાકુન્હાના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખી છું. તેમણે ગઈકાલે રાત્રે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ 1960થી અમૂલ સાથે જોડાયેલા હતા. તેમના નિધનથી અમૂલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આખો પરિવાર આ શોકમાં સામેલ છે. તે જ સમયે, અમૂલના જનરલ માર્કેટિંગ મેનેજર પવન સિંહે LinkedIn પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ ભારતીય જાહેરાત ઉદ્યોગના દિગ્ગજ સિલ્વેસ્ટરના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે લગભગ ત્રણ દાયકાથી તેની પાસેથી શીખવું સન્માનની વાત છે.
તેમણે કહ્યું કે અમૂલની પ્રગતિમાં સિલ્વેસ્ટરની મહત્વની ભૂમિકા રહી છે. અમૂલની જાહેરાત 1966માં શરૂ થઈ હતી. સિલ્વેસ્ટરે ‘અમૂલ ગર્લ’ દ્વારા કંપનીને એક અલગ ઓળખ આપી. સિલ્વેસ્ટર અમૂલના જાહેરાત વિભાગનો અભિન્ન ભાગ હતા. તેમનામાં સમકાલીન ઘટનાઓ પર આધારિત જાહેરાતની સારી સમજ હતી.1966માં શરૂ થયેલી અમૂલ ગર્લની જાહેરાતે 2016માં 50 વર્ષ પૂર્ણ કર્યા હતા. જણાવી દઈએ કે સિલ્વેસ્ટરના નિધન બાદ તેમના પરિવારમાં તેમની પત્ની નિશા અને પુત્ર રાહુલ ડાકુન્હા છે.