જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે.આ નવા અધ્યાયમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના મચ્છલ સેક્ટરના જંગલમાં 5 આતંકવાદી ઠાર મારવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યો.મળતી માહિતી મુજબ, આતંકવાદીઓની ઘૂસણખોરીની માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. આ પહેલા પણ એક ઓપરેશન દરમિયાન કુપવાડામાં 5 આતંકીઓ માર્યા ગયા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સુરક્ષા દળો સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલા છે.
ગત શુક્રવારે પણ સુરક્ષા દળોને કુપવાડાના જુમાગુંડા વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળોને નજીક આવતા જોઈને આતંકીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી અને એન્કાઉન્ટર શરૂ થયું. આ દરમિયાન સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા.આ અગાઉ પણ સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની ઘેરાબંધી કરીને તેમને પડકારવામાં આવ્યા હતા જે બાદ આમને સામને ફાયરિંગની ઘટના ઘટી હતી જેમાં પણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને હવે જમ્મુ કાશ્મીર પોલીસના ઓપરેશનમાં આતંકવાદીઓનો સપાયો બોલાવી દેવામાં આવતા ઘાટીમાં સોપો પડી ગયો છે.