16th IDBF વર્લ્ડ ચેમ્પિયન શીપની ફાઈનલ માટે ભારતીય ટીમમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે સ્થાન મેળવ્યું..

Spread the love

સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલને અથાક પરિશ્રમથી રમતગમત ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ મળી છે. આ મહિલા પોલીસકર્મીએ થાઈલેન્ડ ખાતે આયોજિત ડ્રેગન બોટની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમમાં સ્થાન મેળવ્યું છે.શહેર પોલીસ મુખ્ય મથક ખાતે ફરજ બજાવતા 34 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રીતિ નાનજી પટેલને પહેલેથી જ રમતગમત ક્ષેત્રમાં રુચિ છે. આ દરમિયાન પ્રીતિ પોતે સ્વીમર હોવાથી તેને ડ્રેગન બોટ સ્પર્ધા વિષે જાણકારી મળતા તેમાં પોતાની રૂચી વધારી હતી. તેઓ તાલીમ મેળવીને ડ્રેગન બોટ સ્પર્ધામાં હવે ભાગ લઇ રહ્યા છે.ગત ડીસેમ્બર મહિનામાં થાઇલેન્ડ ખાતે એશિયન ગેમ્સ અંતર્ગત આયોજિત ડ્રેગન બોટ સ્પર્ધામાં ભાગ લઈને ઉતકૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ઓક્ટોબરમાં થાઇલેન્ડના પટાયા રેયોન ખાતે 16th IDBF વર્લ્ડ ચેમ્પિયન શીપ અંતર્ગત ફાઈનલ સિલેકશનમાં તેમની પસંદગી થતાં ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.પ્રીતિ પટેલ રાજ્યની પહેલી મહિલા કોન્સ્ટેબલ છે જેને ડ્રેગન બોટ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન બતાવવા માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હોય. ચીન ખાતે 19th એશિયન ગેમ્સમાં પણ ભાગ લેશે.પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન શીપ અને એશિયન ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવવાનો લક્ષ્ય છે. જેના માટે તાલીમ પણ શરુ કરી છે. આ સ્થાન સુધી પહોચવા માટે મને પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર અને ડીસીપી સરોજકુમારીનું સમયાંતરે માર્ગદર્શન પણ મળતું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com