હલાલા કર્યા બાદ પતિએ પત્નીને સ્વીકારવાની ના પાડી દીધી…

Spread the love

પાલનપુરની પરિણીતાને સંતાન ન થતાં અવારનવાર ઝગડા કરી તેના પતિએ આવેશમાં આવી ત્રિપલ તલાક આપી દઈ ત્યારબાદ પત્નીને પરત લાવવા તેના બનેવી જોડે હલાલો કરાવી પરત ન લાવતા પત્નીએ પોતાના પતિ સહિત 5 લોકો સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પાલનપુરની મુસ્લિમ યુવતી તસ્લિમબેન માંકણોજીયાના લગ્ન 2016માં વડગામના મુમનવાસ ગામના ઈલિયાસ માંકણોજીયા સાથે થયા હતા. જોકે લગ્નના બે વર્ષ સુધી પતિ-પત્નીનો ઘર સંસાર સારી રીતે ચાલતો હતો, જોકે મહિલાને કોઈ સંતાન ન થતા મહિલાનો પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો અને મહિલાનો 2018માં બે વખત તલાક આપી દીધેલા હતા. જોકે તે બાદ પણ મહિલા અત્યાચાર સહન કરીને રહેતી હતી. જોકે તે બાદ 2022માં મહિલાના પતિ ઈલિયાસે તેની પત્ની તસ્લિમને તલાક આપી દેતા હડકંપ મચી ગયો હતો. જોકે ઈલિયાસે આવેશમાં આવીને તસ્લિમને ત્રિપલ તલાક આપી દીધા બાદ તેને પસ્તાવો થતો અને તેની પત્ની ને પરત મેળવવા માટે તેમજ મુસ્લિમ સમાજમાં એકવાર તલાક આપી દીધા બાદ પોતાની પત્નીને બીજા પુરુષ જોડે હલાલો કરાવ્યા બાદ જ ફરીથી અપનાવી શકવાનો રિવાઝ હોય છે.ઈલિયાસે પોતાની પત્નીને પોતાના બનેવી રફીક રાજપૂરા સાથે હલાલો કરાવી ત્યારબાદ તેનું છૂટું કરાવીને પરત લાવવાની વાત કરીને પોતાના બનેવી રફીક અને તસ્લિમને વિશ્વાસમાં લઈને પોતાની પત્ની તસ્લિમનો પોતાના બનેવી રફીક સાથે હલાલો કરાવ્યો હતો અને તેનો કરાર લેખ પણ કરાવ્યો હતો. જોકે થોડા દિવસો વીત્યા બાદ પણ ઈલિયાસે પોતાની પત્નીને પરત લઈ જવાની વાત ન કરતાં તસ્લિમ અને રફીકને પોતાની સાથે વિશ્વાસઘાત થયાનો અહેસાસ થતા રફીકે અનેક વાર ઈલિયાસને તેની જોડેથી તસ્લિમને લઈ જવાની વાત કરી પરંતુ ઈલિયાસે ઉલટાની રફીક અને તસ્લિમને ધમકીઓ આપીને ગામમાંથી નીકળવા માટે મજબુર કર્યા જેને લઈને છેલ્લા એક વર્ષથી તસ્લિમ અને રફીક ગામ છોડી બહાર ભટકી રહ્યા છે.જોકે રફીકને પણ પત્ની છે અને 4 બાળકો છે અને હવે તેને તસ્લિમને પણ પોતાની સાથે રાખવી પડતી હોવાથી તે પોતાની પત્ની અને બાળકો પાસે પણ જઈ શકતો નથી તો બીજી તરફ અવારનવાર ધમકીઓ મળતી હોવાથી અમે તસ્લિમને ઈલિયાસ ફરીથી ન લઈ જતો હોવાથી આખરે તસ્લિમેં તેના પતિ સહિત 5 લોકો સામે પાલનપુરના મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મહિલાના આક્ષેપ કેટલા સાચા છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હલાલાનો આ કિસ્સો સામે આવતા બનાસકાંઠા જિલ્લામાં હડકંપ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com