અરવલ્લી જિલ્લો બન્યાને ૧૦ વર્ષથી વધુ સમય થયો છતાં ડેરી, ડિસ્ટ્રિક્ટ બેંક, યુનિવર્સિટી, સરકારી કચેરીઓ શરૂ ના થવાથી લોકોને પડતી હાલાકી : અમિત ચાવડા

Spread the love

 

ખેડૂતોને પૂરતી વિજળી મળતી નથી, પાકના પોષણક્ષમ ભાવ નથી, ખાતર, બિયારણ મોંઘુ, ખેતીને નુકશાન અને સિંચાઇ થી વંચિત જિલ્લાનો બહુમતી વિસ્તાર : અમિત ચાવડા

કરોડો રૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, ડ્રેનેજની સુવિધાના અભાવથી જનતા પરેશાન : અમિત ચાવડા

*જનમંચ* દ્વારા મળેલ સામાન્ય પ્રજાના પ્રશ્નો, સમસ્યાઓ, ફરીયાદો ના પરીણામલક્ષી નિવારણ માટે *જનસભા થી વિધાનસભા સુધી* ની લડત લડીશુઃ  અમિત ચાવડા

અરવલ્લી

ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ૧લી મે ગુજરાતના સ્થાપના દિન* થી, *કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં* તાલુકે–તાલુકે, “ *જનમંચ* ” કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી.મોડાસા, જી. અરવલ્લી* ખાતે *જનમંચ* નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓ ની રજુઆત કરી. કોંગ્રેસ પક્ષે સામાન્ય પણ *સ્વાભિમાની ગુજરાતી ને જનમંચ પ્લેટફોર્મ આપ્યું*, જેમાં *જનમંચ* કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે,

૧. અરવલ્લી જિલ્લો બન્યાને ૧૦ વર્ષથી વધુ સમય થયો હોવા છતાં ડેરી, ડિસ્ટ્રિક્ટ બેંક, યુનિવર્સિટી, અને અનેક સરકારી કચેરીઓ હજુ સુધી શરૂ ના થવાથી લોકોને પડતી ખૂબ હાલાકી.

૨. જિલ્લામાં ઉદ્યોગોનું પ્રમાણ નહિવત હોવાથી સ્થાનિક રોજગારીનો ખુબ મોટો અભાવ, યુવાનોમાં કારકિર્દીને લઈને નિરાશા.

૩. મોડાસા નગપાલિકામાં ઠેર ઠેર રસ્તા પર ગાબડા, ગટર વ્યવસ્થાનો મોટો અભાવ, ગંદકી અને ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન, જીલ્લાના પરા વિસ્તારમાં હયાત રસ્તાઓ બિસ્માર હાલતમાં, મોટા પ્રમાણમાં સમારકામની રજૂઆત, ટેક્સ ભર્યો હોવા છતાં સુવિધા વગર હાલાકી ભોગવતા નગરજનો.

૪. નલ સે જલ યોજના ફકત કાગળ પર, ભાજપની ભ્રષ્ટ સરકાર દ્વારા યોજનાઓના અમલીકરણમાં સંપૂર્ણ ગેરવહીવટ.

૫. ખેડૂતોને પૂરતી વિજળી મળતી નથી, પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા, ખાતર, બિયારણ મોંઘુ હોવાથી ખેતીને નુકશાન અને સિંચાઇ થી વંચિત જિલ્લાનો બહુમતી વિસ્તાર.

૬. પીવાના પાણીની સમસ્યાઓથી જનતા ત્રસ્ત.

૭. બેરોકટોક ચાલી રહેલા દારુ, જુગારના અડ્ડાઓ, મહિલાઓની સલામતીને લઈને ઉગ્ર રજૂઆત.

૮. તાલુકા કક્ષાએ સરકારી કોલેજ ના હોવાથી દીકરીઓ શિક્ષણથી વંચિત.

૯. વિદ્યાર્થીઓ માટે ST બસની પ્રાથમિક સુવિધા ના હોવાથી દરરોજ પડતી હાલાકી.

૧૦. આદિવાસી વિસ્તારમાં જંગલ, જમીનના ઘણા દાવા પેન્ડિંગ

.૧૧. ૨૭ વર્ષના ભાજપના શાસનમાં હજુ પણ માળખાગત સુવિધાઓથી આદિવાસી વિસ્તારના લોકો વંચિત, સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.

આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી. જનતાની અવાજને બુલંદ કરવા, “ *જનમંચ* ” થકી કોંગ્રેસ દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ આપવાની શરૂઆત કરવામાં આવી છે. એક વર્ષમાં ગુજરાતના દરેક તાલુકાને જનમંચ દ્વારા આવરી લેવામાં આવશે અને આવેલી ફરિયાદોના નિવારણ માટે લોક-આંદોલન થકી એક મજબૂત અભિગમ દ્વારા *જનસભા થી લઈને વિધાનસભા સુધી* મક્કમતાથી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે.

ખુબ મોટી સાંખ્યામા ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને *શ્રી અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમ* ને હૃદય થી વધાવી લીધો. ગુજરાત ના ઇતિહાસ માં આજ સુધી જનતા ને પોતાની વાત કરવાનો મોકો અને મંચ ફક્ત *જનમંચ* એ આપ્યો

*મોડાસા, જી. અરવલ્લી, જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, જીલ્લા પ્રમુખ શ્રી કમલેન્દ્રસિંહ પુવાર, જીલ્લા ઉપપ્રમુખ શ્રી જયદત્તસિંહ પુવાર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રકુમાર પારઘી, આગેવાનો શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ ગઢવી* ની સાથે સાથે જિલ્લા કૉંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારશ્રીઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યશ્રીઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com