ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશી
બેકાબૂ મોંઘવારીને લીધે ખર્ચમાં સતત વધારો થવાથી આર્થિક હાડમારીમાં લાખો પરિવારો માટે જીવન જીવવુ મુશ્કેલ બની રહ્યું છેઃ ટામેટા ઉપરાંત કોથમીર અને આદુના ભાવમાં પણ વધારો થયો છેઃ ખેડુતો ન મળે ભાવઃ કાળા બજારીયા – સંગ્રહખોરો માલામાલ
અમદાવાદ
ચારેબાજુ મોઘવારી અને સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ચોમાસાનો પ્રારંભ થતાં જ શાકભાજીની કિંમતોમાં ધરખમ વધારાને કારણે ગૃહિણીઓ- સામાન્ય-મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ? તે પ્રશ્ન છે. મોઘવારીનો મારથી લડવા ભાજપ સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો, ભાષણથી ભૂખ મિટાવો’ હોય તે રીતે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ટામેટાની કિંમત પ્રતિ કિલો ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જ્યારે એક કિલો આદુની કિંમત ૩૦૦ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. કોથમીરની કિંમત ૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રીંગણા, ભીંડો, કારેલા સહિત અન્ય શાકભાજીના ભાવમાં પણ કિલોએ રૂ.૧૦થી ૨૦નો વધારો થયો છે. બેફામ મોંઘવારીમાંથી જનતાને ક્યારે મુક્તિ મળશે?. કૂદકે – ભૂસકે વધી રહેલી મોંઘવારી-બેરોજગારી મુદ્દે કેન્દ્રની ભાજપ સરકાર કેમ મૌન છે?
સંગ્રહખોરો, કાળા બજારીયાને નાથવામાં નાકામ ભ્રષ્ટ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદે શ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, એકતરફ શાકભાજી પકવતા ખેડૂતોને પુરતા ભાવ મળતા નથી અને વચેટીયાઓ બેફામ લુંટ ચલાવે છે. ભાજપ સરકાર કેમ આવા સંગ્રહખોરો – કાળા બજારીયાઓને રક્ષણ આપી રહી છે. ઘઉંનો લોટ, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જરૂરિયાતની ચિજવસ્તુઓમાં તો સતત ભાવ વધી રહ્યા છે પરંતુ છેલ્લા એક મહિનામાં ડુંગળી – બટાકાના ભાવમાં વધારો થયો છે. એક મહિનામાં બટાકામાં ૬.૩ ટકાનો અને ડુંગળીમાં ૮.૪ ટકાનો ભા વ વધારો થયો છે. છ મહિના પહેલા તુવેરદાળની કિંમત ૧૧૫ રૂપિયા હતી જે વધીને ૧૪૮ રૂપિયા થઈ ગઈ છે. ગ્રોસરી સ્ટોરમાં એક કિલો બ્રાન્ડેડ અડદની દાળની કિંમત પણ ૨૧૯ ને પાર થઈ છે. રોટલી દાળ સાથે કે શાક સાથે બન્નેમાં આગ ઝરતી મોંઘવારીને કારણે સામાન્ય નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. દેશના કેટલાંક ભાગમાં જીરુની કિંમત ૭૦૦ રૂપિયા પ્રતિ કીલો સુધી પહોંચી છે. દાળ તો મોંઘી થઈ છે પરંતુ તેમાં તડકો લગાવવો પણ હવે મોંઘુ થઈ ગયું છે. એક અઠવાડિયામાં જીરાની કિંમતમાં ૧૫૦ થી ૧૭૫ રૂપિયા જેટલો ભાવ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલમાં સતત ઘટાડો હોવા છતાં ભાજપ સરકાર છેલ્લા આઠ વર્ષમાં ૧૪૦ કરોડ નાગરિકોના ખિસ્સામાંથી ૨૯ લાખ કરોડ રૂપિયાની લુંટ ચલાવી છે, ભાજપ સરકારની લુટનું મોડેલ. ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ સીલીન્ડર કોંગ્રેસ શાસનમાં ૪૧૪ રૂપિયા મળતો હતો તે આજે ભાજપ સરકારે ૧૧૪૦ રૂપિયા જેટલો અતિ મોંઘો કરી દીધો છે. કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવ વધારોમાં ગુજરાતની ગૃહિણીઓનું ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યુ છે રોજબરોજની જીવન જરૂરિયાત વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો ઓછો કરવા સરકાર પગલા ભરે અને જનતાને તાત્કાલિક લાભ આપે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.