વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા,12 કલાકમાં 16 ઈંચ વરસાદ..

Spread the love

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં છેલ્લા 12 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.


જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ડેમ પણ ઓવરફલો થયો છે. પ્રથમ વરસાદે જ ઓઝત 2 ડેમ ઓવરફલો થયો છે. ઓઝત ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જેને લઈને જૂનાગઢ જિલ્લાનો પાણીનો પ્રશ્ર હલ થયો છે. સિંચાઈ તેમજ પીવાના પાણીનો ઉપયોગ આ ડેમમાંથી કરવામાં આવે છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ડેમ ઓવરફલો થયો છે.


હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે ત્યારે આ સ્થિતિમાં હજુ પણ વધુ વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યા છે. વેલ માર્ક લો પ્રેશર અને સરક્યલેશન ના કારણે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને ક્ચ્છ અને દક્ષિમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી ડાંગ તાપી નર્મદા ભરૂચ આણંદમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગે જામનગર દ્વારકા પોરબંદર ગીરસોમનાથ દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. અત્યાસુધીમાં ગુજરાત 229.2 મીમી નોંધાયો છે. અત્યાર સુધીમાં ઝોન પ્રમાણે સિઝનનો કેટલો વરસાદ નોંધાયો જાણીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com