વડોદરામાં બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. સતીષ પટેલ બરોડા ડેરીના નવા પ્રમુખ બન્યા. તો જી. બી. સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ. ગત 26 જૂને ચૂંટણી અધિકારીની ગેરહાજરીને પગલે ચૂંટણી નહોતી યોજાઇ.સતીષ પાટેળ કરજણના ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ વડોદરા જીલ્લામાં સહકારી આગેવાન તરીકેની પણ ઓળખ ધરાવે છે. વિધાનસભા 2022માં ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા. અક્ષય પટેલને ટિકિટ મળતા બળાપો કાઢ્યો હતો. પ્રદેશ નેતાઓની દરમિયાનગીરીથી આ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. થોડા સમય અગાઉ સતીષ પટેલને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવાયા હતા.વડોદરાની બરોડા ડેરીના 1 હજાર કરોડનો વહીવટ સતીષ નિશાળીયા કરશે. પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ એવા સતીષ નિશાળીયાની બરોડા ડેરીના પ્રમુખ તરીકે સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે જી.બી.સોલંકીના નામની જાહેરાત કરવામાં આવતા પ્રમુખ પદે વરણી થયા બાદ સતીષ નિશાળીયાએ પશુપાલકોના હિતમાં કાર્ય કરવાની વાત કરી.