હવામાન વિભાગની આગાહી અનુસાર સતત 5 દિવસ સુધી વલસાડ જિલ્લાને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વલસાડ તાલુકાનો કકવાડી ગામે જતો રસ્તો બેટમાં ફેરવાયો છે. કકવાડી અને મેથયા ગામને જોડતો નવો બનેલો રસ્તો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.રસ્તો દેખાતો ન હોવાના કારણે વાહન-વ્યવહાર અસરગ્રસ્ત થયો છે. લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. સમગ્ર વિસ્તાર દરિયા કિનારાથી નજીક આવેલો હોવાના કારણે દરિયાઈ ભરતીનું પાણી પણ વરસાદી પાણીમાં ભળી જતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામજનોએ ગામની બહાર નીકળવા માટે 10થી 12 કિલોમીટર વધારે અંતર કાપવું પડી રહ્યું છે.