લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. પંજાબમાં સુનીલ જાખડ, તેલંગાણામાં કિશન રેડ્ડી, આંધ્રમાં ડી પુરંદેશ્વરી અને ઝારખંડમાં બાબુલાલ મરાંડીને કમાન સોંપવામાં આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેઓ એપ્રિલમાં ભાજપમાં જોડાયા. તેલંગાણામાં ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે ઈટેલા રાજેંદરની નિમણૂક કરવામાં આવી છે. સુનીલ જાખડ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જે રીતે સુનીલ જાખડને પંજાબમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ સુનિલ જાખડને પંજાબમાં મોટા હિન્દુ ચહેરા તરીકે લાવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ ફરીથી અકાલી દળ સાથે ગઠબંધન કરી શકે છે.