સૌરાષ્ટ્ર-કચ્છ-રાજકોટ જીલ્લા સહિત પ્રદેશના આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

Spread the love

અમદાવાદ

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતાં રાજીવ ગાંધી ભવન ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ-રાજકોટ જીલ્લા સહિત પ્રદેશના આમ આદમી પાર્ટીના હોદ્દેદારશ્રીઓએ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરનારને કોંગ્રેસ પક્ષમાં આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સતત વધતી જાય છે. ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવુ મુશ્કેલ થઈ રહ્યું છે. રાજ્યમાં વારંવાર બ્રીજ-પુલ તુટવાની ઘટનાઓ બને પરંતુ ક્યાંય કમલમ કાર્યાલય તુટ્યુ હોય તેમ જણાતું નથી. દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ આપ પાર્ટીના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ વધુ મજબૂત બનશે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે ત્યારે કોંગ્રેસ પરિવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મનોજ ભૂપતાણી, રમેશ વોરા – ઉપપ્રમુખ, અમદાવાદ શહેર, એસ.કે. પારગી – મંત્રી, અમદાવાદ શહેર, અજય ચૌબે – પૂર્વ લોકસભા પ્રભારી, નેહલ દવે – મીડીયા વિભાગ, પ્રદેશ પ્રવક્તા પરાગ પંચાલ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, આગેવાનશ્રીઓ તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વીધીવત રીતે જોડાયા છે તેઓને આવકારું છું.

લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ કાર્યકર્તા જોડાતા કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે. ભાજપ સરકારની નીતિ સંગ્રહખોરો-કાળાબજારીયાઓને આશીર્વાદ આપવાની હોવાથી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. કોંગ્રેસ શાસનમાં ૨૦૧૪માં ૪૧૪ રૂપિયાનો ગેસ સીલેન્ડર મળતો હતો જે આજે ભાજપ સરકારના શાસનમાં ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સતત કથળી રહ્યાં છે. શિક્ષણ અતિ મોંઘુ થતુ જાય છે, સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓને સતત તોડી નાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે ત્યારે ગુજરાતના સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને પરવડે તેમ ફીમાં શિક્ષણનો અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત લડાઈ લડી રહ્યું છે. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાશ્રીઓનું સૌનું સ્વાગત છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સૌ માધ્યમ બનશો.રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા જણાવ્યું હતું કે, આદરણીયશ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં ઐતિહાસીક ભારત જોડો યાત્રાને કારણે કોંગ્રેસ પક્ષે કર્ણાટકમાં જવલંત વિજય મેળવ્યો સાથોસાથ દેશમાં વધી રહેલા નફરત-ધ્રુણા-દ્રેષ ના માહોલ સામે પ્રેમ, કરૂણા અને મહોબ્બતનો સંદેશો સમગ્ર વિશ્વને આપ્યો છે. ભાજપની બી-ટીમ તરીકે કામ કરતી આપ પાર્ટીથી મોહભંગ થતાં કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા કાર્યકર-આગેવાનોથી વધુ મજબુતીથી ભાજપ સામે લડાઈ લડવામાં કામ કરીશું. દેશમાં લોકશાહી ટકાવવી હોય તો કોંગ્રેસ પક્ષ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, કાર્યકારી પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી ઈન્દ્રનીલ રાજ્યગુરુ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ મહામંત્રીશ્રી નઈમ મિરઝા, શ્રી સી.એમ. રાજપુત, પ્રવક્તાશ્રી હિરેન બેંકર, અમદાવાદ શહેર પ્રમુખશ્રી નિરવ બક્ષી, સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ તમામ આગેવાનો-કાર્યકરોને આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com