પ્રયાગરાજના જ્યોતિ મૌર્ય કેસ બાદ દેશભરમાં ઘણા પુરુષોએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી તેમની પત્નીઓને શંકાની નજરે જોવાનું શરૂ કર્યું છે, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે પ્રયાગરાજમાં પીસીએસની તૈયારી કરી રહેલી ઘણી મહિલાઓને તેમના પતિ દ્વારા ઘરે જવા માટે મજબૂર કરવામાં આવી હતી. કોચિંગ ક્લાસના સંચાલકોનો દાવો છે કે મહિલાઓના પતિઓ તેમને કોચિંગ માંથી પાછા બોલાવી રહ્યા છે.
બિહારના બક્સરમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પિન્ટુ નામના વ્યક્તિએ તેની પત્ની ખુશ્બુનું કોચિંગ છોડાવ્યું હતું. તેણે કહ્યું કે તે તેની પત્નીને પ્રેમ કરે છે અને નથી ઈચ્છતો કે તે વરિષ્ઠ અધિકારી બન્યા પછી જ્યોતિ મૌર્યની જેમ તેને છોડી દે. તેણે જ્યોતિના ઘણા વીડિયો જોયા છે. બીજી તરફ ખુશ્બુનું કહેવું છે કે તે BPSC કોચિંગ કરીને ઓફિસર બનવા માંગે છે. પરંતુ જ્યોતિનો વીડિયો વાયરલ થયા બાદ તેનો પતિ તેને કોચિંગમાં ભણવા દેતો નથી.
જ્યોતિ મૌર્યની ઘટના પછી સતત પરણિત વિદ્યાર્થીનીઓના પતિ કોચિંગ ક્લાસમાંથી પત્નિઓના નામ પાછા લેવડાવી લીધા છે. આ દરિયાનમાં ફેમસ યુટ્યુબર અને કોચિંગ ચલાવતા ખાનસરના કોચિંગ માંથી 93 વિદ્યાર્થીનીઓના પતિએ નામ પાછા ખેચાવી લેવાનો વીડિયો સામે આવ્યો છે.
જ્યોતિ મૌર્ય ઉત્તર પ્રદેશના બનારસની રહેવાસી છે. તેના પિતા નાની દુકાન ચલાવે છે. જ્યોતિના લગ્ન વર્ષ 2010માં આલોક સાથે થયા હતા. તે સમયે તે ગ્રેજ્યુએશન કરી રહી હતી. આલોક મૌર્ય સાથે લગ્ન બાદ જ્યોતિએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
જ્યોતિ મૌર્ય અને આલોક વચ્ચેનો વિવાદ વર્ષ 2020નો છે. હકીકતમાં, આલોક મૌર્ય ઉત્તર પ્રદેશના પંચાયતી રાજ વિભાગમાં પોસ્ટ કરાયેલા વર્ગ 4 નો કર્મચારી છે, જ્યારે તેમની પત્ની જ્યોતિ મૌર્ય બરેલીમાં પોસ્ટેડ PCS અધિકારી છે. આલોકનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેણે તેની પત્ની એસડીએમ જ્યોતિ અને તેના પ્રેમી મનીષ દુબે (હોમગાર્ડ કમાન્ડન્ટ) પર તેની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આલોકનો આરોપ છે કે ગાઝિયાબાદમાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે તૈનાત મનીષ સાથે જ્યોતિનું અફેર છે. તેણે લખનૌની એક હોટલમાં બંનેને સાથે પકડી લીધા હતા. હાલમાં SDM જ્યોતિ અને આલોક મૌર્ય વચ્ચેનો આ વિવાદ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે.