રાહુલ ગાંધીને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવા માટેની અરજી ફગાવાઈ છે. ગજરાત હાઈકોર્ટે 150 પાનામાં ચુકાદો આપ્યો છે. અને તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. રાહુલ ગાંધી માનહાનિના કેસમાં તરફેણ વિરુદ્ધ ચુકાદો આવતા તે સુપ્રિમમાં કોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના લખનઉ કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાની કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. IPCની કલમ હેઠળ અનુસાર રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 2019 માં લોકસભા ચૂંટણી દરમિયાન એક વિવાદિત નિવેદન આપવાના બાબતે સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. ત્યાં બીજી તરફ રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા હતા. 10 હજારના બોન્ડ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જામીન મળ્યા હતા.મોદી સરનેમને લઈને થયેલા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની કોર્ટે દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકને લઈ કરેલી વિવાદાસ્પદ ટીપણીને કરવા માટે ફોજદારી માનહાનિના કેસમાં સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો હતો. જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી રાહત મળી હોત તો લોકસભામાં તેમના સંસદસભ્ય પદ ગુમાવવુ ના પડ્યુ હોત.જો કે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્ય અંગે ગુજરાત હાઈકોર્ટમાં દ્વારા આજે નિર્ણય લઈ શકે છે. માનહાનિના કેસમાં સુરત કોર્ટે ફટકારેલી બે વર્ષની સજામાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન મળ્યા છે. જ્યાં સુધી સજા પર સ્ટે માગતી અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી રાહુલ ગાંધીના જામીન યથાવત રહેશે.મહત્વનું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. જે હેઠળ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે કલમ 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડ અથવા તો 2 વર્ષની સજા સાથે દંડની જોગવાઈ કરવામાં આવી હતી.