પાડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ

Spread the love

નેપાળમાં મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 5 વિદેશી નાગરિકો સવાર હતા. સોલુખુમ્બુથી રાજધાની કાઠમંડુ જઈ રહેલા આ હેલિકોપ્ટરનો સંપર્ક ઉડાન બાદ થોડી જ વારમાં તૂટી ગયો હતો, ત્યારબાદ હવે તેના ક્રેશની માહિતી સામે આવી છે. નેપાળ સરકાર દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને મુસાફરોની શોધ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ અનુસાર, આ હેલિકોપ્ટરમાં પાંચ મેક્સિકન નાગરિકો સહિત કુલ 6 લોકો સવાર હતા. મનાંગ એરનું આ હેલિકોપ્ટર મંગળવારે સવારે 10.10 મિનિટે ટેકઓફ થયું હતું, 15 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો.
નેપાળી મીડિયાનું કહેવું છે કે જ્યારે હેલિકોપ્ટરને લુકલા એટીસીથી કાઠમંડુ એટીસીને સોંપવામાં આવ્યું ત્યારે જ તેનો સંપર્ક તૂટી ગયો હતો. હાલ આ હેલિકોપ્ટરમાં સવાર નાગરિકોની હાલત શું છે તે જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com