મારી મરજી વિરુદ્ધ પરિવારજનો લગ્ન કરાવવા માગતા હતા એટલે ભાગી ગઈ હતી …. યુવતીએ માતા-પિતાને ખોટા સાબિત કર્યા

Spread the love

રાજકોટ લવજેહાદ કેસમાં સૌથી મોટો યૂ-ટર્ન આવ્યો છે. રાજકોટ-લવ જેહાદના આક્ષેપ કેસમાં યુવતીએ કોર્ટમાં હાજર થઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. યુવતીએ કહ્યું મારાં માતાપિતાના આક્ષેપો ખોટા છે. તમને જણાવી દઈએ કે યુવતીના માતાપિતાએ લવજેહાદનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ લવ જેહાદના આક્ષેપ કેસમાં માતાપિતાના ત્રાસથી ઘર છોડીને નીકળી ગઈ હતી. મારી મરજી વિરુદ્ધ પરિવારજનો લગ્ન કરાવવા માગતા હતા. યુવતીના માતાપિતાએ લવજેહાદની ફરિયાદ નોંધાવી છે. જો કે યુવતીએ કોર્ટમાં માતા-પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. વિધર્મીએ હિન્દુ યુવતીનું બ્રેનવોશ કર્યું હોવાની આશંકા સેવવામાં આવી છે. રાજકોટમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. વિકૃત માનસિકતા ધરાવતા વિધર્મી યુવકે ક્રિકેટર યુવતીને પોતાના પ્રેમ જળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હોવાના આરોપો યુવતીના પરિવારજનોએ લગાવ્યા છે. યુવતીના માતાએ કહ્યું હતું કે, વિધર્મી યુવક ઘરે આવીને કહી ગયો હતો કે, “તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લેજે. જોકે 26 તારીખે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવા છતાં પણ પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરત અંતે કોલેજના સંચાલક અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણાની મદદ માંગી હતી. યુવતી ઘરમાં ભગવાનનું નામ લેવાને બદલે કુરાન અને નમાજ પઢતી હોવાનું માતા-પિતાએ કહેતા પગ તળે થી જમીન ખસી ગઈ હતી. અર્જુનસિંહ રાણાએ DCP અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરતા સમગ્ર મામલે પોલીસ દોડતી થઈ હતીરાજકોટમાં ક્રિકેટર યુવતીને ક્રિકેટનો શોખ ભારે પડ્યો છે. 17 વર્ષની સગીરા હતી ત્યાર થી જ ક્રિકેટ શીખવા જતી હતી. જોકે ક્રિકેટ કોચ વિધર્મી યુવકે તેને પ્રેમ જાળમાં ફસાવી અને છેલ્લા બે વર્ષ થી દુષ્કર્મ આચરતો હોવાનો યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે. યુવતીના માતાએ કહ્યું હતું કે, રાજકોટમાં કોઠારિયા રોડ પર રહેતા અને ક્રિકેટ કોચિંગ ક્લાસમાં કોચ તરીકે જતો મહેબૂબ બુખારી વિકૃત માનસિકતા ધરાવે છે. કોમવાદી તત્ત્વ એવા આ ઇસમે સદગુરૂ મહિલા કોલેજમાં ભણતી 17 વર્ષની સગીરને આજથી ચાર વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવી હતી. અને યુવતીનું નામ નઝમીન કરી નાખ્યું હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. આજે 21 વર્ષની થઇ ગયેલી યુવતીના પરિવારજનો ન્યાય માટે દરદર ભટકી રહ્યા છે. છેવટે તેઓએ કોલેજના સંચાલકોનો સંપર્ક કરતાં આખો મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો છે. મહેબૂબ નામના ઇસમને તાત્કાલિક ઉઠાવી પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 26 જૂને યુવતી ગુમ થયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ કમનસીબી એ છે કે, તપાસ કરી રહેલા પીએસઆઇ ભરવાડે કોઇ ગંભીરતા ન દાખવતા હજુ સુધી યુવતીનો કોઇ અતોપત્તો લાગ્યો નથી. મૂળ તળાજા પંથકના અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં જામનગર રોડ પર આવેલા વિસ્તારમાં રહેતા પતિ-પત્ની 10 જુલાઇએ સદગુરૂ કોલેજના સંચાલકો પાસે પહોંચ્યા હતા અને પોતાની દર્દભરી કહાની વર્ણવવાનું શરૂ કર્યું હતું. દંપતી એક એક દિવસના કિસ્સા કહી રહ્યા હતા કે, અમારી દીકરી સદગુરૂ મહિલા કોલેજમાં ભણતી હતી. 17 વર્ષની હતી ત્યારથી જ તેને ક્રિકેટનો શોખ હતો. આથી ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીનો સંપર્ક થયો હતો. ત્યારબાદ મહેબૂબે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આજે યુવતી 21 વર્ષની થઇ ગઇ છે. ઘેર હોય ત્યારે મસ્જિદ જવાની જીદ કરે છે અને નમાજ પણ પઢે છે. મહેબૂબે એટલું બ્રેઇનવોશ કર્યું છે કે, તે અલગ પ્રકારની ભાષામાં જ વાતચીત કરે છે. હજારો વખત સમજાવવાના પ્રયાસો કર્યા પરંતુ કોઇ વાત સમજવા તૈયાર નથી. ક્યારેક તે એવું કહે છે કે, હવે મારી જિંદગી તો બરબાદ થઇ ગઇ છે. યુવતીનું નામ પણ નઝમીન કરી દેવામાં આવ્યું હોવાનો અને ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. તળાજા પંથકનો પરિવાર સનાતન ધર્મમાં માનનારો છે. યુવતીના માતાએ તો ત્યાં સુધી કહ્યું કે, અમારે કોઇ સારા કામની શરૂઆત કરવી હોય તો જય દ્વારીકાધીશ કહીને જ કામ શરૂ કરીએ છીએ. અમારા ઘરમાં મુરલીધર બિરાજમાન છે, પરંતુ અમારી કમનસીબી એ છે કે, અમારી દીકરી અમારા ઊજળા ઇતિહાસની જાણ હોવા છતાં તે અત્યારે એક વિધર્મીના પ્રેમમાં ફસાઇને અલ્લાહ હુ અકબરના નારા લગાવી રહી છે. યુવતીની માતાએ કહ્યું હતું કે, યુવતીને અન્ય જગ્યાએ લગ્ન કરવાનું કહેવામાં આવે છે તો યુવતી કહે છે કે, ‘જો હું અન્ય કોઇ યુવાન સાથે લગ્ન કરીશ તો મહેબૂબ અને તેના સંબંધીઓ મારું પૂરું કરી નાખશે અને જો મહેબૂબ સાથે રહીશ તો પણ મારી જિંદગી તો નર્કથી પણ બદતર થઇ જશે’. યુવતીની માતાએ આરોપ લાગવતા કહ્યું હતું કે, હજુ મહેબૂબ સાથે લગ્ન નથી કર્યા પરંતુ એક હોસ્ટેલમાં તેને રાખે છે. જ્યારે ઘરેથી ભાગી ગઇ હોય અને પરત લાવવા માટે મહેબૂબ અને તેના સગાસંબંધીઓને ફોન કરી સમજાવવાની કોશિશ કરીએ છીએ ત્યારે ટાંટિયા ભાંગી નાખવાની અને પતાવી દેવાની ધમકી અપાય છે. પોલીસને આ ઘટના અંગે જાણ હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નહોતા. જોકે યુવતીની માટે અર્જુનસિંહ રાણાને રજૂઆતો કરવામાં આવ્યા બાદ DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પુરાવાઓ એકત્રિત કરાયા બાદ મહેબૂબ સામે આકરી કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.લાપતા યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી પર મહેબૂબે એવી અસર જમાવી હતી કે, યુવતીને મહેબૂબ સિવાય કોઇ દેખાતું નહોતું. મહેબૂબની ઉશ્કેરણી અને ધમકીને કારણે યુવતીએ પોતાના ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરી કરીને મહેબૂબને આપી દીધા હતા અને રોકડ પણ ચોરી કરીને મહેબૂબને આપતી હતી. યુવતીના માતા-પિતાના કહેવા મુજબ 26 જૂનથી લાપતા છે. મહેબૂબ તેને રાજકોટની અલગ અલગ હોસ્ટેલમાં રાખતો હતો. જોકે હાલ તે ક્યાં છે તેની કોઇ જાણ નથી. આથી પોલીસે યુવતીની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે એવી વિગતો મળી છે કે, મહેબૂબે 22 જૂને સંપર્ક કર્યો હતો. જોકે પોલીસ પાસે માહિતી હોવા છતાં પણ કેમ પોલીસે તપાસ ન કરી તે દિશામાં પણ તપાસ થવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com