તમામ વાલી જગત માટૅ ચિંતા સર્જતો એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. આ કિસ્સો ભલભલાને વિચારમાં મૂકી દે તેવો છે. વાત એવી છે કે, ધોરણ-10 નો વિદ્યાર્થી ધોરણ-12 ની વિદ્યાર્થીને ભગાડી ગયો હતો. બંને વચ્ચે પ્રેમ થતા બંને ઘરેથી ભાગી ગયા હતા, અને હોટલ સુધી પહોંચી ગયા હતા. પરંતું આઈડી પ્રુફ ન હોવાથી બંનેને હોટેલમાં પ્રવેશ મળ્યો ન હતો. આમ, હોટલમાં વાત ન બનતા, હોટેલને બદલે સ્લીપર કોચમાં લઇ જઈ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ માણ્યો હતો. માતાપિતાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે બંનેને શોધી લાવતા આ હકીકત બહાર આવી હતી. પોક્સો અને દુસ્કર્મની કલમ સાથે ગુનો નોંધ્યો છે. હાલ વિદ્યાર્થીને બાળ અદાલતમાં મોકલી આપ્યો છે અને તેની પ્રેમિકાને તેના વાલીને સોંપી છે. બન્યું એમ હતું કે, રાજકોટ ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં ગોંડલ રોડ પર રહેતા માતાપિતાએ ફરિયાદ કરી કે, તેમની ધોરણ-12 માં ભણતી દીકરી શાળાએ ગયા બાદ પરત આવી નથી. તેઓએ સ્કૂલે જઈને પણ તપાસ કરી, પરંતુ કોઈ ખબર મળ્યા ન હતા. આ બાદ ભક્તિનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી હતી, અને દીકરીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ સાથે જ માતાપિતાએ પોલીસને એવી પણ માહિતી આપી હતી કે, ત્રણેક માસ પહેલા તેમીન દીકરી તેના પ્રેમી સાથે મોબાઇલમાં વાત કરતા પકડાઈ ગઈ હતી, તેથી તેમને શંકા છે કે તે આ છોકરા સાથે હોઈ શકે છે. તેથી રાજકોટ પોલીસે એ છોકરાની માહિતી મેળવવાન પ્રયાસ કર્યો. જેમાં જાણવા મળ્યું કે, ધોરણ-12 માં ભણતી સગીરા તેના ઘર પાસે રહેતા અને ધોરણ-10 માં ભણતા 15 વર્ષીય સગીરા સાથે પ્રેમ થયો હતો. જેના બાદ બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યુ હતું. બંનેએ સાથે નક્કી કરીને 5 જુલાઈના રોજ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો, અને ભાગવામાં સફળ થયા. ઘરેથી ભાગીને બંનેએ શુ કર્યુ તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. સગીર અને સગીરા ભાગીને પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા હતા. ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત બાદમાં ફરી અમદાવાદ અને સુરત એમ બંને ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદથી દ્વારકા અને પોરબંદર પહોંચ્યા હતા. તેમની પાસે રૂ.35,000 હતા, જેમાં જેમાંથી તે ખર્ચ કરતા હતા. બંને પાસે આઈડી પ્રુફ ન હોવાથી બંને પોરબંદરમાં ફરતા રહ્યા. પરંતુ તેઓને કોઈ હોટલવાળાએ એન્ટ્રી ન આપી. આખરે સગીરે બસમાં જ સગીરા સાથે 5 વખત શરીર સંબંધ બાંધ્યો હતો. છાત્રની આ હકીકતના આધારે પોલીસે આ કેસમાં દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી જરૂરી કાર્યવાહી કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.