નવસારીના ચિખલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઇંચથી વધુ વરસાદ

Spread the love

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં સૌથી વધુ ૧૧૬ મિ.મી. એટલે કે, ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે નવસારીના ગણદેવી અને અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં ૩ ઇંચ વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૧૩ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ વાગ્યાની સ્થિતિએ ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૪૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૫.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૭૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૮.૧૫ ટકા, જયારે પૂર્વ ગુજરાતમાં ૩૫.૫૨ ટકા વરસાદ વરસ્યો છે.

નવસારી જિલ્લાના ખેરગામ ,નવસારી અને ઉમરપાડા, તાપીના ડોલવણ અને કુકરમુંડા, વલસાડના ઉમરગામ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સરેરાશ ૨ ઇંચથી વધુ વરસાદ થયો છે.રાજ્યના ૧૫ તાલુકા એટલે કે, વલસાડ, ભરૂચ, નસવાડી, લીમખેડા, ગરુડેશ્વર, પાલડી, વાપી, સુરતના માંડવી અને માંગરોળ, પાદરા, મહુવા, દેવગઢ બારિયા, ઝગડિયા, બરવાળા અને બોડેલી ૧ ઇંચથી વધુ જયારે વિવિધ ૧૫ તાલુકાઓમાં સરેરાશ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com