બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે,..20 જુલાઈથી વરસાદ બારે મેઘ ખાંગા કરશે….અંબાલાલ પટેલ

Spread the love

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે. ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, તોફાની વરસાદના ત્રીજા રાઉન્ડ માટે તૈયાર રહો. 14 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. 20 જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ત્રીજો રાઉન્ડ વધુ તોફાની હશે. અંબાલાલ પટેલે પણ કહ્યું કે, આગામી સમયમાં વરસાદના ત્રીજા રાઉન્ડ માટૈ તૈયાર રહેજો. અગાઉ ક્યારેય નહી જોયું હોય તેવું ચોમાસુ જુલાઈ મહિનામાં જોવા મળી શકે છે. 17 જુલાઈ બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને જેના કારણે નદીઓ ગાંડીતૂર બની શકે છે. બંગાળની ખાડીમા ડીપ ડીપ્રેશન બનતાં રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે અને બારે મેઘ ખાંગા થઈ શકે છે. વરસાદનો બીજો રાઉન્ડ તોફાની રહ્યો હતો અને 11 ઈંચ જેટલો વરસાદ પડ્‌યો હતો ત્યારે ત્રીજો રાઉન્ડ પણ તોફાની આવી શકે છે અને પવનનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, વરસાદનો ત્રીજો રાઉન્ડ ભયાનક હશે અને આવો વરસાદ ક્યારેય જોયો નહી હોય. દક્ષિણ ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે. 23 થી 30 જુલાઈ સુધી વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. મહેસાણામાં ભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ પડશે. રાજ્કોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. અંબાલાલ પટેલે કહ્યું કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ વરસાદ થતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા છે. તો તાપી નદીમાં પણ હળવા પૂરની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com