જો તમને સરકારી નોકરીના અભરખા હોય ગુજરાતમાં આ સરકારી વિભાગમાં નોકરી કરવા જેવી છે. કારણ કે, આ વિભાગમાં કર્મચારીઓને સૌથી વધુ 45 હાઈએસ્ટ એલાઉન્સ જાહેર કરાયુ છે. પરંતુ આ નોકરી જોખમી છે. જીવ ગજવામાં લઈને ફરવુ પડે છે. ત્યારે ગુજરાતમાં સૌથી જોખમી એવી નોકરી એવા ATSના અધિકારી-કર્મચારીને હાઈરિસ્ક એલાઉન્સની જાહેરાત કરાઈ છે. રાજ્યના ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મજૂરી આપી છે. આ જાહેરાત બાદ હવે ATSના અધિકારી-કર્મચારીઓને 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે. તેઓને છઠ્ઠા પગાર પંચના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના 45 ટકા મળશે. સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રમાં જણાવાયું કે, રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ની વર્ષ ૧૯૯૫માં રચના કરવામાં આવેલ છે. જે રાજ્યમાં આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની, બનાવટી ચલણી નોટો, નાર્કોટીક્સ, ઓર્ગેનાઈઝ ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ રાજ્ય અને રાષ્ટ્રની આંતરિક સલામતી જોખમાય તેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર તેમજ તેને સંલગ્ન ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવાની કામગીરી કરી છે. તેથી આ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્ટ આપવાની મંજૂરી આપવા અત્રે દરખાસ્ત કરેલ. જેને મંજૂરી આપવાની બાબત વિચારણા હેઠળ હતી. તેથી આ કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે, પે બેન્ડ સહિતના પગારના 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવાનું નક્કી કરાયું છે. હાઈરિસ્ક એલાઉન્સ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવવા માટે નિયત કરેલા શરતો પરિપૂર્ણ કરતા હોય તે અધિકારીઓ કર્મચારીઓને જ મળવા પાત્ર થશે.