આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ ઘ્વારા પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ કેસના તથ્યો દર્શાવે છે કે અરજદાર મુખ્ય આ કેસમાં ભેજું હોવાનું કહ્યું છે.
શુક્રવારે – જસ્ટિસ સુનિલ ગૌર, જે 48 કલાકની અંદર નિવૃત્ત થવાના છે, તેમને આ “મની લોન્ડરિંગનો ક્લાસિક કેસ” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જામીન આપવી સમાજને ખોટો સંદેશ મોકલશે.
આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમ પર ધરપકડની તલવાર લટકી રહી છે. મંગળવારે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ દિલ્હીના જોરબાગ સ્થિત તેમના નિવાસસ્થાન પર પહોંચી હતી પરંતુ ચિદમ્બરમ મળ્યા નથી. અહેવાલો અનુસાર પી.ચિદમ્બરમ અને તેના ડ્રાઇવરનો મોબાઈલ ફોન સ્વીચ આવી રહ્યો હતો.
સીબીઆઈની ટીમ પણ મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીય મંત્રીના ઘરે પહોંચી હતી અને તેમના ઘરે નોટિસ ચોંટાડી દીધી હતી અને બે કલાકમાં સીબીઆઈ ઓફિસમાં હાજર રહેવા કહ્યું હતું, જોકે પી.ચિદમ્બરમ સીબીઆઈ ઓફિસમાં પહોંચ્યા ન હતા. તે જ સમયે, ચિદમ્બરમ દિલ્હી હાઈકોર્ટ થી ઝાટકો મળ્યા પછી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા, જ્યાં આ કેસમાં બુધવારે સુનાવણી થવાની છે.
ત્યારે આ પણ વાંચો: INX મામલોઃ CBIએ પી ચિદમ્બરમના ઘરે નોટિસ ચીપકાવી, કહ્યું-2 કલાકમાં હાજર થાવનું ફરમાન કર્યું છે.
જસ્ટિસ ગૌરે પોતે 1984 માં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1995 માં દિલ્હી ઉચ્ચ ન્યાયિક સેવામાં જોડાયા હતા. તેઓ વર્ષ 2008 થી હાઇકોર્ટમાં છે.