ડાંગ જિલ્લામાં ઉનાળાની અંદર પાણીની સમસ્યા હોવાની અનેક ફરિયાદ થતી હોય છે તેવામાં દેશ અને દુનિયામાં દોડવીર તરીકે નામના મેળવનાર ઇટલેટિક્સ સરિતા ગાયકવાડે માથે બેડું લઇ પાણી ભરવા જતી હોવાના વીડિયોએ તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. આ વીડિયો વાયરલ થયા બાદ રાતોરાત સરિતા ગાયકવાડના ઘર સુધી એક પાણીની લાઇન અને 500 લીટરની સિન્ટેક્સની ટાંકી પણ આવી ગઈ છે. ડાંગ જિલ્લામાં ઉનાળો આવતાજ પાણી માટે લોકો વલખાં મારતા થઈ જાય છે, જેમાં જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારોમાં આવેલ કરાડીઆંબા ગામે રહેતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ પણ સમસ્યાથી દૂર નથી, સરિતાએ દેશને 400 મીટર રિલે દોડ માં ગોલ્ડ અપાવી દેશનું ગૌરવ વધાર્યું છે, દેશના વડાપ્રધાન સહિત સમગ્ર રાજ્યમાં તેની સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હોય એ દોડવીર ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ માથે બેઢું લઈ ને કૂવામાં પાણી ભરવા જતી હોવાના વીડિયો જોતા ડાંગ પાણી પુરવઠા વિભાગ ખેલાડીને પીવાનું શુદ્ધ પાણી પણ આપી ન શકતા તંત્રની બેદરકારી સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જોકે આ બાબતે સરિતા ગાયકવાડે જણાવ્યું હતું કે પહેલા પાણી લેવા બીજા ગામ જવુંપડતું હતું તેવી સમસ્યા નથી. સરિતાએ જણાવ્યું, ‘મારા ગામમાં 10 વર્ષ અગાઉ જે પાણીની સમસ્યા હતી એવી આજે નથી, ગામમાં 5 જેટલા કુવા છે, અને ઘરે ઘરે પાણી પણ પહોંચે છે, પરંતુ વધારે પાણી ની જરૂરિયાત હોય અમે કુવા ઉપર પાણી ભરવા જઈએ છે, મને ઘરનું બધું કામ કરૂં છું, ક્યારેક કુવા ઉપર પાણી ભરવા પણ જાઉં છું’ વાયરલ થયેલ વીડિઓને લઈને જિલ્લા કલકેટરે પાણી પુરવઠા વિભાગના અધિકારીને સૂચના આપી છે, આ બાબતે પાણી પુરવઠા વિભાગે કરેલ રિપોર્ટ મુજબ સરિતા ગાયકવાડના ગામ કરાડીઆંબા ગામમાં પાણીની ટાંકી બનાવવાનું કામ લોકડાઉન ને કારણે વિલંબમાં પડ્યું છે જે હવે પૂરું કરવામાં આવશે. આ બાબતે કલેક્ટરે જણાવ્યું પાણી પુરવઠાને સૂચના આપવામાં આવી છે, અને સરિતા ગાયકવાડને પૂછતા તે જણાવ્યું કે ગામ પાણી આવે છે, પણ જે નો સમય હોય છે એટલે તકલીફ જણાય તો કૂવામાં પાણી લેવા જવું પડે છે અને મને શોખ છે, પાણી પુરવઠા વિભાગ દ્વારા સરિતા ગાયકવાડના ઘર પાસે બોર બનાવ્યો છે, અને ગામના કૂવામાં પાણી છે એટલે એવી કોઈ સમસ્યા નથી. તેમ છતાં પાણી પુરવઠા વિભાગની સૂચના આપી છે.