આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા કરશે મેઘતાંડવ

Spread the love

હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. ખેડુતો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આશા લઈને બેઠા છે પરંતુ હજુ પણ વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે. હજુ 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહશે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ રહશે. હવામાનના આગાહીકાર અંબાલાલે પણ આ વખતે ચિંતાજનક આગાહી કરી છે. સુરત, વલસાડ,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દ્વારકા, પોરબંદર,જામનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા માં પણ ભારે વરસાદ રહશે. આ વચ્ચે આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છે. જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતી કાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે. આવતીકાલ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે અતિભારે વરસાદ નોંધાશે. 24 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. અત્રે જણાવવાનું કે ઇસ્ટ વેસ્ટ ટ્રફ, સર્કયુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બ્સ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અત્યાર સુધી 65 ટકા થી વધુ વરસાદ નોંધાયો છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં પણ અતિભારે વરસાદ ની આગાહી કરાઈ છે. અંબાલાલ પટલે અગાઉ હાલના સમય માટે આગાહી કરીને ભારે વરસાદનો વરતારો કર્યો હતો, જોકે હજુ પણ તેમણે ભારે વરસાદ રાજ્યભના વિવિધ ભાગોમાં થવાની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. મજબૂત ગસ્ટ ગુજરાત તરફ ભારે ભેજ લઈને આવી રહ્યું છે. આજથી 24 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ, નવસારી, સુરતમાં પણ ભારે વરસાદ રહેશે તેવી સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ અને અમદાવાદના ભાગો સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે. વરસાદી પવનનુ જોર પણ વધશે. અંબાલાલે પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવનાઓ સાથે ખેડૂતોને બાગાયતી પાકોનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ છે. કે ઓગસ્ટમાં ભૂ-મધ્ય મહાસાગર પર ત્રણ સ્ટોમ સક્રિય થશે. જે સ્ટોર્મની અસરથી અરબ સાગરનો ભેજ સક્રિય થતા સ્ટોર્મ તરફ ખેચાશે. ઓગસ્ટમાં આ ગતિવિધીના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ભૂ-મધ્ય મહાસાગરના ઉપરના ભાગોમાં વેપારી પવનો ફૂકાશે. અરબ સાગરનો ભેજ તથા બંગાળના ઉપસાગરના ભેજના કારણે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં યેલો એલર્ટ છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગરમાં યેલો એલર્ટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com