દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં ૯મી ઓગસ્ટથી ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન આરંભાશે

Spread the love

‘મેરી માટી, મેરા દેશ’ અન્વયે રાજ્યના મુખ્યસચિવ રાજકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિતના અધિકારીઓ જોડાયા

અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે જ સંકળાયેલી છે. ’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે, સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આગામી ૯મી ઑગસ્ટથી આરંભ થઈ ૧૫ ઑગસ્ટ સુધી ગ્રામકક્ષા ત્યાર બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે અને ઑગસ્ટ મહિનાના અંતમાં મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજવાનું આયોજન છે.

’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં આયોજિત વિડિયો કોન્ફરન્સમાં અમદાવાદના કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. તથા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના દરેક જિલ્લાના અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.’મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા અમૃત સરોવર અથવા ગામના જળાશય કે પછી શાળા/કૉલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના નામવાળી તક્તી (શિલાફલકમ્) સ્થાપિત કરવામાં આવશે તથા સ્વાતંત્ર્યસેનાનીઓ, શહીદ થયેલા આર્મી તથા પોલીસ સહિતના વિભાગના જવાનોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે.

ગામથી તાલુકામથક સુધીની માટી યાત્રા પણ યોજવામાં આવશે, જેમાં ગામની માટીને તાલુકા સ્તરે પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં બધા ગામોની માટી ભેગી કરીને એક કળશ ભરવામાં આવશે, જેને તાલુકાના એક નવ યુવાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.

ગામ સ્તરે આ અભિયાન અંતર્ગત ‘વસુધા વંદન’ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લેશે અને એની સેલ્ફી લઈને આ અભિયાનના ખાસ વેબપેજ પર અપલોડ કરશે તો તેમને ઈ-સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.

વિડિયો કોન્ફરન્સમાં અધિક નિવાસી કલેક્ટર સુધીર પટેલ, ઇન્ચાર્જ શહેર પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક અમિત વસાવા ઉપરાંત પંચાયત વિભાગ, વન વિભાગ, આરટીઓ સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com