આરોપી શાહરૂખ હનિફભાઇ બેલીમ અને ફૈઝારહેમાન ઇસ્તીકાર અન્સારી
અમદાવાદ
અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે સખ્ત સુચના કરેલી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગના માર્ગદર્શન અનુસાર કામગીરી કરવા પોલીસ ઇન્સપેક્ટર આર.એ.જાદવ સાણંદ ટાઉન પોલીસ સ્ટાફની ટીમ બનાવી મમ કામગીરી બાબતે સધન પેટ્રોલીંગ તથા વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે આપો.કો હરપાલસિંહ મુળરાજસિંહ તથા પો.કો. જયવિજયસિંહ ભગવતસિંહને મળેલ ખાનગી બાતમી આધારે ગૌવંશ પશુધન (ગાય વાછરડા) ની ચોરી કતલખાને લઇ જવાની બાતમી આધારે પોલીસ સ્ટાફ ના માણસો સાથે સાણંદ રબારીવાસ રોડ ઉપર નાકાબંધી વોચમાં હતા. દરમ્યાન બાતમી મુજબની રીક્ષ નિકળતા તેને કોર્ડન કરી ઉભી રખાવી તપાસ કરતા બે ઇસમો રીક્ષામાં એક ગૌવંશ પશુ (વાછરડુ) કી.રૂા. ૫,૦૦૦ ની ચોરી કરી ક્રૂરતા પુર્વક બાંધી ગે.કા કતલખાને લઇ જતા પકડી પડેલ.પકડાયેલ આરોપીમાં શાહરૂખ હનિફભાઇ બેલીમ અને ફૈઝારહેમાન ઇસ્તીકાર અન્સારી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાદવ એ.એસ.આઇ જનકસિંહ પ્રતાપસિહ તથા પો.કો.મહિપાલસિંહ સુરેન્દ્રસિંહ તથા પો.કો, હરપાલસિંહ મુળરાજસિંહ તથા પો.કો મુકેશદાન ફતેસિંહ જોડાયેલ હતા.