માફી માગો નહીતર 5 કરોડનો માનહાનીનો દાવો કરીશ : ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

Spread the love

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના કથિત ભાઈ થોડા દિવસ પહેલા દારૂ સાથે ઝડપાયાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હવે બનાસકાંઠા SP, દિયોદર DySP, પોલીસ કોન્સ્ટેબલ અને ભાભર ભાજપ પ્રમુખ સામે ગેનીબેન ઠાકોરે મોરચો માંડ્યો છે. આ મામલે વકીલ મારફત ગેનીબેને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડ્યા હોવાની બાબત રજૂ કરીને નોટિસ પાઠવી છે. સાથે જ 30 દિવસમાં મીડિયા સમક્ષ માફી માગી 30 હજાર વળતર પેટે ચૂકવી દેવા કહ્યું છે. જો 30 દિવસમાં જવાબ રજૂ નહીં કરે તો 5 કરોડનો દાવો દાખલ કરવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નોટિસમાં જણાવ્યા મુજબ ફરિયાદમાં ગેનીબેનનો ભાઈ હોવાનો ઉલ્લેખ ન હોવા છતાં મીડિયા સમક્ષ ગેનીબેન ઠાકોરના ભાઈ શબ્દ વારંવાર ઉચ્ચારી તેમની બદનક્ષી કરી છે. જેથી પ્રાથમિક તબક્કે દરેકની વિરુદ્ધ માનહાનીના વળતર સ્વરૂપે 5 કરોડનો દાવો કરવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com