સુરતમાં છેલ્લા 15 દિવસમાં મલેરીયા, ઝાડા, ઉલ્ટી જેવા કેસથી 12 લોકોના મોત

Spread the love

સુરત શહેરમાં વકરી રહેલા રોગચાળા વચ્ચે 43 વર્ષીય મહિલાનું મલેરિયાથી મોત નીપજ્યું હતું. મહિલાની બે દિવસથી મલેરિયા સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી છેલ્લા 15 દિવસમાં મલેરીયા, ઝાડા, ઉલ્ટી જેવા કેસથી 12 લોકોના મોત નીપજ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેમાં ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરીયાના કેસમાં સતત વધારો નોંધાયો છે. સુરતમાં રોગચાળાથી વધુ એકનું મોત નીપજ્યું છે. સચિન જીઆઇડીસીમાં મલેરિયા બાદ 26 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. નિર્મલા વાસુરે બે દિવસથી મલેરિયાથી પીડાતા હતા. મહિલાને ગતરોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું શહેરમાં દિન પ્રતિ દિન ઝાડા ઉલટી, મલેરિયાના કારણે મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઝાડ, ઉલટી, મલેરિયાથી 12 લોકો મોત નિપજ્યા છે. મલેરિયાથી મોત નિપજનાર નિર્મલા વાસુરે મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના વતની છે. સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલ હૈયાદ નગરમાં પરિવાર સાથે રહે છે. તેઓ પાંડેસરા ખાતે મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અચાનક મહિલાની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં મહિલાને મલેરિયા હોવાનું બહાર આવ્યું હતું. બે દિવસના મલેરિયાની સારવાર બાદ મહિલાનું ટુંકી સારવાર બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળાને કાબુમાં મેળવવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મહાનગરપાલિકા આરોગ્યની અલગ અલગ ટીમો પાંડેસરા સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં લોહીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. લોકોને ડેન્ગ્યુ મલેરિયાના વધતા કેસ વિશે જાગૃતતા લાવવામાં આવી હતી. સાથે જ મલેરિયાથી બચવા માટે પેમ્પલેટ, બેનરના માધ્યમોથી સમજ આપવામાં આવી રહી છે. તેમજ જો શરદી તાવ દેખાય કે જણાઈ આવે તો તાત્કાલિક નજીકના હેલ્ડ સેન્ટરમાં સંપર્ક કરવા જણાવવામાં આવી રહ્યું છે. તેમજ દસથી વધુ મેડિકલ વાહન દ્વારા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ગંભીર જણાવી આવે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ચોમેરથી રોગચાળાની બૂમ ઊઠી રહી છે. તેમાંય ઝાડા-ઉલટીમાં બાળકોના મોત થવાના કિસ્સા વધી ગયા છે. ચોમાસાના આગમન સાથે શહેરમાં વકરી રહેલા રોગચાળાની પરિસ્થિતિ જોતા પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરીને લઈ સવાલ ઉભા થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *