ટ્રાફિક પોલીસ  કાલે 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે : પોલીસ-મનપાની સંયુક્ત ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે : RTO દ્વારા તથ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની તજવીજ

Spread the love

ટ્રાફિકના એડિશનલ ડીસીપી એન એન ચૌધરી

અમદાવાદ

ટ્રાફિકના એડિશનલ ડીસીપી એન એન ચૌધરી એ જણાવ્યું હતું કે ઇસ્કોન પાસે થયેલ અકસ્માતમાં આરોપી તથ્યને તેમજ તેના સાથીઓની પૂછપરછ બાદ તથ્યને કોર્ટમાં રજૂ કરાયા બાદ સાબરમતી જેલમાં 14 દિવસની કસ્ટડી માટે મોકલવામાં આવ્યું છે ત્યારે પોલીસે તથ્ય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરશે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસે 27 જુલાઈએ 5 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરશે.

આવતી કાલે સવારે 11 વાગ્યે 5000 પાનાની ચાર્જશીટ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. તથ્યના કેસની તપાસ પૂર્ણતાને આરે છે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. તથ્ય મામલે dna રિપોર્ટ હાલ મળી ગયો છે. પોલીસ તે જોઈને સબમિટ કરશે.

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં વધુ એક મહત્વના અપડેટ સામે આવ્યા છે. અમદાવાદ RTOએ તથ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવાની તજવીજ હાથ ધરી છે. તથ્ય સામે RTO એક્શન લેવાની તૈયારીમાં છે. લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરવું ગુનાહિત કૃત્ય છે. અમદાવાદ RTOએ ટ્રાફિક પોલીસ પાસે તમામ વિગતો ઓન પેપર માંગી છે. વિગતો મળતા હીયરીંગ કરી RTO લાયસન્સ રદ્દ કરશે.તથ્ય પટેલને ફેબ્રુઆરી 2022માં જ લાયસન્સ મળ્યું હતું. લાયસન્સ મળતાં જ તથ્યે બેફામ ડ્રાઇવિંગ કરી અનેક અકસ્માત સર્જ્યા છે.

તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ શહેરમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ત્યારે આવતીકાલથી સમગ્ર શહેરમાં પોલીસની ડ્રાઇવ શરૂ થવાની છે. ત્યારે શહેરના એસ જી રોડ, સી જી રોડ, નારણપુરા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે. નો પાર્કિંગ ઝોન અને રોંગ સાઈડ ટ્રાફિકના નિયમો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા સતત ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. ક્રેન અને બીજા સાધનોની મદદથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. ગેરકાયદેસર પાર્કિંગ, લારી ગલ્લા અથવા જે ખોટા સેડ ઊભા કરવામાં આવ્યા છે, તેને અમદાવાદમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવશે.રોંગ સાઇડમાં વાહન ચલાવનારા અને ગેરકાયદેસર પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આવતીકાલે સવારે 11 વાગ્યાથી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થવાની છે. જેમાં ગેરકાયદેસર પાર્કિગ કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત રોંગ સાઇડમાં વાહન ચલાવનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com