પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પીએમ મોદીને કાનમાં કંઈક કહ્યું હતું. જેની લઈને ચારેબાજુ અલગ અલગ ચર્ચાઓ વહેતી થઈ હતી અને લોકોની એ જાણવા ઈચ્છુક હતા કે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પીએમ નરેન્દ્ર મોદીને કાનમાં શું કહ્યું?. પરંતુ જ્યારે પીએમ મોદીએ પોતાનું સંબોધન શરૂ કર્યું, ત્યારે પીએમ મોદીએ જ આ વાતનો ખુલાસો કરી દીધો હતો કે વિજય રૂપાણીએ તેમને શું કહ્યું? પીએમ મોદીએ કહ્યું કે, થોડીવાર પહેલા જ વિજયભાઈ મારા કાનમાં કહી રહ્યા હતા અને હું પણ નોટીસ કરી રહ્યો હતો કે રાજકોટમાં કોઈ કાર્યક્રમ હોય, રજાનો દિવસ ના હોય અને બપોરનો સમય હોય, ત્યારે આ સમયે કોઈ સભા કરવાનું વિચારે પણ નહીં, ત્યાં આટલી વિશાળ જનમેદની ભેગી થઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજે રાજકોટે રાજકોટમા તમામ વિક્રમ તોડી નાખ્યા છે. નહીં તો અમે વર્ષોથી જોઈએ છીએ કે સાંજે 8 વાગ્યા પછી સભા કરવાનું ઠીક રહેશે અને રાજકોટને તો બપોરે સુવા ટાઈમ જોઈએ પાછો.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ મળવાથી સૌરાષ્ટ્રના લોકોને ખૂબ જ ફાયદો થશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળવાથી ઉદ્યોગ જગતને પણ વેગ મળશે. સૌની યોજનાએ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખૂબ જ અગત્યની છે.