
અમદાવાદ
નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ (નરાકાસ), અમદાવાદની 81મી અર્ધવાર્ષિક બેઠકનું આયોજન તારીખ 27 જુલાઈ 2023 ના રોજ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), ISRO અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં ડીવીઝનલ રેલ્વે મેનેજર ઓફિસ, અમદાવાદ ને વર્ષ 2022-23 માટે હિન્દી અમલીકરણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ ડો. બનવારી લાલ, ઉપપ્રમુખ નરાકાસ અને ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેક્સ (TDS), અમદાવાદ તરફ થી મૂવિંગ શિલ્ડ આપવામાં આવી હતી.અમદાવાદ ડિવિઝન તરફથી આ એવોર્ડ શ્રી દયાનંદ સાહુ, એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર, અમદાવાદ અને શ્રી જીતેન્દ્ર કુમાર જયંત, ઈન્ચાર્જ રાજભાષા અધિકારી અને વરિષ્ઠ જનસંપર્ક અધિકારી, અમદાવાદ દ્વારા પ્રાપ્ત થયો હતો. ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદને નગર રાજભાષા અમલીકરણ સમિતિ સ્તરે આવા પ્રતિષ્ઠિત પુરસ્કારો સતત પ્રાપ્ત કરવાનું ગૌરવ મળ્યુ છે.