ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીથી PDPU સુધી રીવરફ્ન્ટ સાબરમતી નદીમાં નિર્માણ કરવામાં આવી શકે છે. હાલમાં અમદાવાદનો રીવરફ્રન્ટ આકર્ષણનુ કેન્દ્ર છે. હવે રાજ્ય સરકાર દ્વારા સાબરમતી નદી પર ગાંધીનગર વિસ્તારમાં પણ આ રીત રીવરફ્રન્ટ બનાવવામાં આવી શકે છે. મીડિયા રીપોર્ટ્સ મુજબ આ અંગેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. આ માટે નક્શા અને તૈયાર થનારી ડિઝાઈનના પ્લાન પણ મોકલવામાં આવ્યા છે. રીપોર્ટ્સ મુજબ લગભગ 650 કરોડ રુપિયાના ખર્ચે ગિફ્ટ સિટી થી પીડીપીયુ સુધીના વિસ્તારમાં રીવરફ્રન્ટ નિર્માણ કરવામાં આવી શકે છે. આ માટે સાબરમતી નદી પર અમદાવાદમાં નિર્માણ પામેલ રીવરફ્રન્ટની જેમ જ અહીં આકાર આપવામાં આવી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સાબરમતી નદી આમ ખૂબજ આકર્ષણ ઉભુ કરી શકે છે. હાલમાં જે મુજબ મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે એ મુજબ આ માટેની પ્રાથમિક કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. ગિફ્ટ સિટી થી પીડીપીયુ સુધીના વિસ્તારમાં આવેલ સાબરમતી નદીના ભાગને લઈ વર્તમાન સ્થિતી આધારે નક્શા અને પ્લાન બનાવવામાં આવ્યા છે. આ સાથેની દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. આ માટે થઈને તેનો ખર્ચ લગભગ સાડા છસો કરોડ રુપિયા અંદાજવામાં આવ્યો છે.