મોહરમના તહેવારે રાજયની શાળાઓમાં રજા રદ થતા જોરદાર વિવાદ ઉભો થયો છે. PM મોદીના કાર્યક્રમને લઈ શિક્ષણ વિભાગે રજા રદ કરતા કોંગ્રેસના ધારાસભ્યે ઉઠાવ્યો વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્યએ ટ્વિટ પર લખ્યું કે રાજય સરકારે તહેવારોને ગંદી રાજનીતિના ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મોહરમના દિવસે જાહેર રજાની માગ કરી હતી. મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિના 3 વર્ષ પૂર્ણ થતા આજે કેન્દ્ર સરકારના નોટીફિકેશન બાદ રાજ્યના શિક્ષણ વિભાગે રજા રદનો પરિપત્ર જાહેર કર્યો હતો. PM મોદી અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદઘાટન કર્યુ છે. ધોરણ-9 થી 12 સુધી તમામ શાળાઓમાં આ કાર્યકમ દર્શાવવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.