ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતે અત્યારે વિકાસના કામો ઠેર-ઠેર ચાલી રહ્યા છે, ત્યારે આ કામોમાં સચિવાલય પણ બાકાત નથી, સચિવાલયની અંદર પાર્કિંગ રોડથી લઈને અનેક કામો ચાલુ હોવાથી લોકો રોડ ,રસ્તા પર પાર્કિંગ કરી રહ્યા છે, સચિવાલય સવારે 10:00 વાગ્યે ટ્રાફિક ભારે જામ થઈ રહ્યો છે, ત્યારે સાંજે 6:00 વાગે છૂટવાના સમયે ફક્ત બે ગેટ શરૂ હોવાથી ટ્રાફિકનો ટેમ્પો ઘટતો નથી, ત્યારે આ બે ગેટ શરૂ થાય તો 50% ટ્રાફિક ઘટી જાય તેમ છે, ત્યારે અનેક કર્મચારીઓમાં પણ ઓફિસમાં પહોંચવા મોડું થઈ જવાના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે કોરોનાની મહામારી બાદ આ બંને ગેઇટો ઉપરથી આવન જવાનું કરતાં હજારો વાહનો ગેટ બંધ હોવાને કારણે ડાયવર્ટ થતા બે મુખ્ય ગેઇટ જે ચાલુ છે તે ભારે ભીડ રહે છે,
સચિવાલયના ગેટ નંબર -6 અને 7 એવી જગ્યાએ દરવાજા છે જ્યાંથી કર્મચારી કે બહારથી આવતા અરજદારો માટે જવા આવવા સહેલું પડે છે, અને એ સવારે તથા સાંજે જે 10 વાગ્યે અને સાંજે છ વાગ્યે ટ્રાફિકનો ટેમ્પો જામે છે તે ભીડ ઓછી થઈ જાય, ત્યારે હવે ઠાકોરજી થી દરવાજા ખોલો તેમ હવે આનું કંઈક કરો…
બોક્સ :-
સચિવાલયમાં પાર્કિંગનું કામ બ્લોક નંબર 14 ની સામે મંદગતિએ ચાલી રહ્યું છે, લોકો સચિવાલયના રોડ, રસ્તા પર પાર્કિંગ કરી રહ્યા છે,સવારે 10:00 વાગ્યે તથા સાંજે 6:00 વાગે ફક્ત બે ગેટ આવન જાવન માટે હોવાથી ત્યારે ભીડ રહે છે અગાઉ ચાર ગેટ શરૂ હતા કોરોનાની મહામારી બાદ બે ગેટ બંધ કરવામાં આવ્યા હતા. હવે આ બંને ગેટ નંબર છ, સાત શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે, તેથી ચ માર્ગથી આવન જાવન બહાર નીકળવા ટ્રાફિક ઓછો થાય..