ગાંધીનગરમાં આવતી પહેલીથી ચોથી ઓગસ્ટ દરમિયાન જી-20 સમિટ અંતર્ગત મહિલાલક્ષી સમિટ W-20 યોજાશે. આ સમિટ હેઠળ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની G20 એમ્પાવર ડિજિટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરશે. G20 દેશોના મહિલાઓ સંબંધિત મંત્રાલયના પ્રતિનિધિઓ અને મંત્રીઓની મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સ યોજાશે. આ દરમિયાન યોજાનારા ચર્ચાસત્રોમાં મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ કૌશલ્ય, શિક્ષણ અને STEM, મહિલાઓ માટે કૌશલ્યની તકો, વિમેન ઇન ઇમર્જીંગ ટેક્નોલોજીસ જેવા વિષયો પર મંતવ્યો વ્યક્ત થશે. મહિલાઓ માટે નેતૃત્વ, નાણાકીય સમાનતા, લિંગભેદ જેવા મુદ્દાઓ પણ સાંકળી લેવામાં આવશે.