મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : ધ્વજવંદન સમારોહ યોજાશે

Spread the love

અમદાવાદમાં જિલ્લા કક્ષાની 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાણંદના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરાશે

અમદાવાદ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે , રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.

આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં સમગ્ર દેશની સાથે સાથે અમદાવાદ જિલ્લો પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શનમાં આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદમાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કરવાનું આયોજન કરાયું છે.સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી માટે સમગ્ર જિલ્લા તંત્ર પ્રયત્નશીલ છે. કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ ૧૫મી ઑગસ્ટની ઉજવણીના સ્થળ – સાણંદની એપીએમસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને આયોજન તથા પૂર્વતૈયારીઓ અંગે બેઠક યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com