અમદાવાદના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો

Spread the love

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS) તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકે પહોંચીને ચાર્જ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ. નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને રાજ્ય સરકારે અમદાવાદ કમિશ્નર તરીકે તેમની નિમણૂંક કરી હતી. આ પહેલા સિટી ક્રાઈમના JCP પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ હતો. જેમની બદલી અમદાવાદ રેન્જ IG તરીકે કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર પદ છેલ્લા ત્રણ મહિનાથી ખાલી હતુ. IPS અધિકારી સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી હતી. જેને લઈ ચર્ચાઓ નવા અધિકારીની પસંદગીને લઈ ત્રણ મહિનાથી ચાલી રહી હતી. કમિશ્નરનો ચાર્જ શહેરની ક્રાઈમ બ્રાન્ચના JCP પ્રેમવીર સિંહને સોંપવામાં આવ્યો હતો. ત્રણ મહિનાથી તેઓએ પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યો હતો. આ દરમિયાન રથયાત્રા બંદોબસ્ત સફળ રીતે શહેરમાં જાળવવામાં આવ્યો હતો. પ્રેમવીર સિંહને હવે અમદાવાદ રેન્જના IG પદે નિમણૂંક કરવામાં આવી છે. IPS અધિકારી જીએસ મલિક ત્રણ દશકનો અનુભવ ધરાવે છે. તેઓ CISF અગાઉ BSF માં IG તરીકે પોસ્ટીંગ ધરાવતા હતા. નવા કમિશ્નર મલિક B.Tec અને L.L.B. સુધી અભ્યાસ કર્યો છે. BSF માં તેઓ ગુજરાતમાં જ ફરજ પર હતા અને આ દરમિયાન તેઓએ કચ્છ બોર્ડરે પાકિસ્તાની બોટ ઘૂસી આવવા સામે મહત્વનુ અભિયાન હાથ ધર્યુ હતુ. તેઓના કાર્યકાળ દરમિયાન બોટ અને પાકિસ્તાનીઓને ઝડપવામાં આવ્યા હતા. IPS અધિકારી તરીકે કરિયરની શરુઆતે તેઓ કચ્છ જિલ્લામાં ASP તરીકે ફરજ બજાવી હતી. જ્યારે ભરુચ SP રહેતા તેઓએ છોટુ વસાવા સામે ફરીયાદો નોંધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com